Gujarati Mid-day

ઇ-પેપર

ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > સાઇના ૧૬ વર્ષે ઑલ ઇંગ્લૅન્ડમાંથી નીકળી ગઈ : લક્ષ્ય, પ્રણોય જીત્યા

સાઇના ૧૬ વર્ષે ઑલ ઇંગ્લૅન્ડમાંથી નીકળી ગઈ : લક્ષ્ય, પ્રણોય જીત્યા

16 March, 2023 02:52 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પુરુષ વર્ગમાં બે ભારતીયો લક્ષ્ય સેન અને એચએસ પ્રણોય ગઈ કાલે આ સ્પર્ધામાં બીજા રાઉન્ડમાં પહોંચ્યા છે.

સાઇના નેહવાલ ફાઇલ તસવીર All England Open Badminton Championships

સાઇના નેહવાલ ફાઇલ તસવીર


બૅડ્મિન્ટનની ટોચની સ્પર્ધાઓમાં ગણાતી ઑલ ઇંગ્લૅન્ડ ઓપન-૨૦૨૩માંથી ભારતની મુખ્ય મહિલા ખેલાડી સાઇના નેહવાલ નીકળી ગઈ છે. તે સતતપણે ૧૬ વર્ષથી (૨૦૦૭ની સાલથી) આ સ્પર્ધામાં રમી રહી હતી. એમાંથી એક વખત ફાઇનલમાં અને બે વાર સેમી ફાઇનલમાં પહોંચી હતી. પુરુષ વર્ગમાં બે ભારતીયો લક્ષ્ય સેન અને એચએસ પ્રણોય ગઈ કાલે આ સ્પર્ધામાં બીજા રાઉન્ડમાં પહોંચ્યા છે. પહેલા રાઉન્ડમાં લક્ષ્ય સેને વિશ્વના પાંચમા નંબરના ખેલાડી ચાઇનીઝ તાઇપેઈના ચોઉ ટિએન ચેનને ૨૧-૧૮, ૨૧-૧૯થી અને પ્રણોયે તાઇપેઈના જ વૉન્ગ ત્ઝુ વીને ૪૯ મિનિટમાં ૨૧-૧૯, ૨૨-૨૦થી હરાવી દીધો હતો.


16 March, 2023 02:52 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK