° °

આજનું ઇ-પેપર
Tuesday, 06 December, 2022


મેસી-રોનાલ્ડોનો ફુટબૉલ પહેલાં ચેસમાં જંગ

21 November, 2022 12:29 PM IST | Doha
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘણા જાણીતા ખેલાડીઓ ઈજાને કારણે નથી રમવાના, પરંતુ આ બે આઇકન પ્લેયર્સ પર સૌકોઈની નજર હશે.

મેસી-રોનાલ્ડોનો ફુટબૉલ પહેલાં ચેસમાં જંગ FIFA World Cup

મેસી-રોનાલ્ડોનો ફુટબૉલ પહેલાં ચેસમાં જંગ

વર્તમાન ફુટબૉલ જગતના બે મહાન ખેલાડી લિયોનેલ મેસી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પોતાના દેશ અનુક્રમે આર્જેન્ટિના અને પોર્ટુગલને ટ્રોફી અપાવવા આ વખતે ખાસ ઉત્સુક હોવા પાછળનું એકમાત્ર કારણ એ છે કે આ તેમનો કદાચ છેલ્લો ફિફા વર્લ્ડ કપ હોઈ શકે. ઘણા જાણીતા ખેલાડીઓ ઈજાને કારણે નથી રમવાના, પરંતુ આ બે આઇકન પ્લેયર્સ પર સૌકોઈની નજર હશે.

આર્જેન્ટિનાની મંગળવારે સાઉદી અરેબિયા સામે અને પોર્ટુગલની ગુરુવારે ઘાના સામે પહેલી મૅચ રમાય એ પહેલાં શનિવારે એક પ્રમોશનલ કૅમ્પેનના ભાગરૂપે લુઈ વિત્તોંએ એક ફોટો મીડિયામાં અપલોડ કરીને બન્ને સુપરસ્ટાર્સના કરોડો ચાહકોને ચોંકાવી દીધા હતા. આ ફોટોમાં મેસી અને રોનાલ્ડોને ચેસ રમી રહેલા બતાવાયા છે. બન્નેને હરીફની કઈ નવી ચાલ હોઈ શકે અને પોતાની કઈ ચાલ પોતાને સુરક્ષિત રાખી શકે એના પર ગહન વિચાર કરી રહેલા આ પિક્ચરમાં બતાવવામાં આવ્યા છે.

મેસી-રોનાલ્ડોને જે બ્રીફકેસ પર ચેસ રમતા દેખાડાયા છે એ ૨૦૧૮ના ફિફા વર્લ્ડ કપની હતી. એ વિશ્વકપની ટ્રોફી આ બ્રીફકેસમાં રાખવામાં આવી હતી. ફ્રાન્સે એ વર્લ્ડ કપની ફાઇનલમાં ક્રોએશિયાને ૪-૨થી હરાવીને ટ્રોફી જીતી લીધી હતી.

12
મેસી અને રોનાલ્ડો, બન્ને મળીને કુલ આટલા ગોલ્ડન બૂટ અવૉર્ડ જીત્યા છે. આ પુરસ્કાર વર્ષના સર્વશ્રેષ્ઠ ફુટબોલરને આપવામાં આવે છે.

21 November, 2022 12:29 PM IST | Doha | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

અન્ય સ્પોર્ટ્સ

મેસીને ક્વૉર્ટર ફાઇનલનું હરીફ નેધરલૅન્ડ્સ ખૂબ ટફ લાગી રહ્યું છે

મેસીનો આ કદાચ અંતિમ વર્લ્ડ કપ હશે.

06 December, 2022 09:59 IST | Doha | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

મેસીનો ૧૦૦૦મી મૅચમાં ૭૮૯મો ગોલ : આર્જેન્ટિના ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચ્યું

ફુટબૉલ-લેજન્ડે વર્લ્ડ કપના ૯મા ગોલ સાથે મૅરડોનાનો વિક્રમ તોડ્યો : નૉકઆઉટમાં પહેલી જ વાર કર્યો ગોલ : ઑસ્ટ્રેલિયા ફાઈટ આપીને આઉટ

05 December, 2022 11:12 IST | Doha | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

મેક્સિકોના વર્લ્ડ ચૅમ્પિયન બૉક્સરની મેસીને ધમકી

આર્જેન્ટિનાએ મેક્સિકોને ૨-૦થી હરાવીને બહુમૂલ્ય ત્રણ પૉઇન્ટ મેળવીને પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું

30 November, 2022 12:34 IST | Mexico City | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK