પરાજયના બે દિવસ બાદ વડા પ્રધાન કાર્યાલય (PMO)એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો શૅર કર્યો હતો જેમાં મેચ પછી તરત જ ડ્રેસિંગ રૂમમાં ભારતીય ખેલાડીઓને નરેન્દ્ર મોદી મળ્યા હતા અને ખેલાડીઓને સાંત્વના આપી હતી. વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે હાર બાદ ભારતીય ચાહકોમાં વ્યાપક નિરાશા વચ્ચે આ વીડિયો સામે આવ્યો છે.