બોર્ડર ગાવસ્કર ટ્રોફી ૨૦૨૩ શ્રેણી માટે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી અને અંતિમ ટેસ્ટ ૯ માર્ચથી શરૂ થવાની છે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આ મેચ રમાશે. ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયન સમકક્ષ એન્થોની અલ્બેનીઝ સ્ટેડિયમમાં હાજર રહેશે.