૬ રનના સ્કોર પર પહેલી વિકેટ ગુમાવનાર બંગલાદેશે અંતિમ ૯ વિકેટ ૩૬થી ૧૪૦ રનના સ્કોર વચ્ચે એટલે કે ૧૦૪ રનની અંદર ગુમાવી હતી
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
હરારેમાં ગઈ કાલે બંગલાદેશ અને ઝિમ્બાબ્વે વચ્ચે એકમાત્ર ટેસ્ટ-મૅચ શરૂ થઈ હતી. ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર બંગલાદેશ ૪૭.૨ ઓવરમાં ૧૪૦ રને ઑલઆઉટ થયું હતું. પહેલા દિવસના અંતે ઝિમ્બાબ્વેએ ૩૪ ઓવરમાં એક વિકેટ ગુમાવીને ૧૩૬ રન કર્યા હોવાથી તેઓ મહેમાન ટીમથી માત્ર ચાર રન દૂર છે.
૬ રનના સ્કોર પર પહેલી વિકેટ ગુમાવનાર બંગલાદેશે અંતિમ ૯ વિકેટ ૩૬થી ૧૪૦ રનના સ્કોર વચ્ચે એટલે કે ૧૦૪ રનની અંદર ગુમાવી હતી. ત્રીજા ક્રમે રમનાર મોમિનુલ હકના ૮૧ બૉલમાં ૧૨ ફોરની મદદથી ફટકારેલા ૬૦ રનને આધારે બંગલાદેશ ૧૦૦ રનનો આંકડો પાર કરી શક્યું હતું.
ADVERTISEMENT
૨૦ વર્ષના ડાબોડી બોલર ન્યુમૅન ન્યામહૂરીએ ૧૨.૨ ઓવરમાં ૬૧ રન આપીને ૪ વિકેટ લીધી હતી.
બ્લેસિંગ મુઝરબાની સહિત ત્રણ બોલર્સને બે-બે વિકેટ મળી હતી. ઝિમ્બાબ્વે માટે પહેલી ઇનિંગ્સમાં બેન કરૅને ૫૧ બૉલમાં ૪૨ રનનું યોગદાન આપ્યું હતું.
