રોહિત શર્માના હમશકલને જોઈને યુવીએ કહ્યું...
યુવરાજ સિંહ, રોહિત શર્માના હમશકલ સાથે
ભૂતપૂર્વ ભારતીય ઑલરાઉન્ડર યુવરાજ સિંહે મુંબઈમાં વિમેન્સ વન-ડે વર્લ્ડ કપની ઇવેન્ટ દરમ્યાન રોહિત શર્મા જેવો લુક ધરાવતા એક યુવક સાથે મુલાકાત કરી હતી. તે સોશ્યલ મીડિયા પર રોહિત શર્માની મિમિક્રી કરવા માટે જાણીતો છે. તેની સાથે ફોટો પડાવતી વખતે યુવીએ કહ્યું કે ‘શર્માજી કા બેટા. જો રોહિત તને જોઈ લેશે તો તે તને ખૂબ મારશે.’
આ રમૂજી કમેન્ટથી આસપાસના બધા લોકો ખૂબ હસ્યા હતા.


