યુવરાજ સિંહે વધુમાં કહ્યું, ‘મને આ કામ કરવામાં ખૂબ આનંદ થશે. આ તક માટે હું છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી તૈયારી કરી રહ્યો હતો.`
દિલ્હી કૅપિટલ્સના ટ્રેઇનિંગ-સેશન દરમ્યાન યુવરાજ સિંહ સાથે સૌરવ ગાંગુલી.
દિલ્હી કૅપિટલ્સમાં હાલમાં હેડ કોચ સૌરવ ગાંગુલી સાથે યુવરાજ સિંહ સહાયક બૅટિંગ કોચ તરીકે જોડાયો છે. દિલ્હી કૅપિટલ્સને આપેલા એક ઇન્ટરવ્યુમાં યુવીએ ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન સાથેની વાતચીતનો ખુલાસો કરતાં કહ્યું, ‘દાદાએ મને પૂછ્યું શું તું મારો સહાયક (અસિસ્ટન્ટ) કોચ બનીશ? ત્યારે મેં કહ્યું હું છેલ્લાં પચીસ વર્ષથી તમારો સહાયક જ રહ્યો છું એટલે કદાચ હું એ જ કામ કરીશ.’
યુવરાજ સિંહે વધુમાં કહ્યું, ‘મને આ કામ કરવામાં ખૂબ આનંદ થશે. આ તક માટે હું છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી તૈયારી કરી રહ્યો હતો. મેં ખેલાડીઓ સાથે વ્યક્તિગત રીતે કામ કર્યું છે, પરંતુ સમગ્ર ટીમ-વાતાવરણનો હિસ્સો બનવું એ એક અલગ અનુભવ હશે અને હું એ માટે ખરેખર ઉત્સાહિત છું.’
કૅપ્ટન સાહિબઝાદા ફરહાને ત્રણ T20 મૅચની સિરીઝમાં સૌથી વધુ રન બનાવવાનો અભિષેક શર્માનો રેકૉર્ડ તોડ્યો
ADVERTISEMENT
કૅપ્ટન્સી ડેબ્યુ સમયે દ્વિપક્ષીય સિરીઝમાં ત્રણ ફિફ્ટી પ્લસ સ્કોર કરનાર પહેલો બૅટર બન્યો સાહિબઝાદા ફરહાન.
પાકિસ્તાને ઘરઆંગણે શ્રીલંકા સામે રમેલી ત્રણ T20 મૅચની સિરીઝમાં હાલમાં ૨-૧થી જીત નોંધાવી છે. અંતિમ મૅચમાં પાકિસ્તાનના ૧૬૮-૮ના સ્કોરની સામે શ્રીલંકાએ ૧૭.૧ ઓવરમાં ૧૭૨-૨નો સ્કોર કરીને ૧૬૯ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. કૅપ્ટન કુસલ મેન્ડિસે ૪૮ બૉલમાં ૯ ફોર, ૪ સિક્સની મદદથી ૮૭ રનની ઇનિંગ્સ રમીને ટીમને ક્લીન સ્વીપથી બચાવી હતી.
શ્રીલંકા સામે ૮૯ રન, ૭૩ રન અને ૭૬ રન કરીને પાકિસ્તાની કૅપ્ટન સાહિબઝાદા ફરહાન ટોટલ ૨૩૮ રન સાથે પ્લેયર ઑફ ધ સિરીઝ બન્યો હતો. બે ફુલ મેમ્બર નેશન્સની ટીમો વચ્ચેની ત્રણ T20 મૅચની સિરીઝમાં સૌથી વધુ ૨૨૯ રન કરવાનો અભિષેક શર્માનો રેકૉર્ડ તૂટ્યો છે. તેણે આ વર્ષની શરૂઆતમાં અફઘાનિસ્તાન સામે આ કમાલ કરી હતી.
