સ્પિનર રવિચન્દ્રન અશ્વિને કહ્યું કે વિરાટ જેવી પ્રબળ ઇચ્છાશક્તિવાળો બીજો ક્રિકેટર મેં આજ સુધી નથી જોયો
વિરાટ કોહલી
ભારતીય ક્રિકેટના લેજન્ડરી બૅટર્સમાં ગણાતા રાહુલ દ્રવિડે પોતે ગઈ કાલે વિરાટ કોહલીને તેના ૩૫મા જન્મદિને ‘ક્રિકેટની રમતના (ખાસ કરીને વન-ડે ફૉર્મેટના) લેજન્ડ’ તરીકે ઓળખાવ્યો હતો અને આઇસીસીને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘કોહલીનો પર્ફોર્મન્સ અને તે મૅચને જે રીતે ફિનિશ કરતો હોય છે એ વર્તમાન પેઢીના ખેલાડીઓ માટે સર્વોત્તમ માપદંડ છે.’
અશ્વિને કોહલી વિશે કહ્યું હતું કે ‘કોહલીએ ભારતીય ક્રિકેટની વિચારધારાનું ડીએનએ જ બદલી નાખ્યું છે. એક બૅટરે ક્રિકેટમાં પોતાની જવાબદારીને કેવી રીતે સમજવી અને એનો સફળતાથી કેવી રીતે અમલ કરવો તેમ જ મૅચ માટેની પૂર્વતૈયારી કેવી રીતે કરવી એ કોહલીની ક્રિકેટ-કરીઅર પરથી યુવા વર્ગને શીખવા મળે છે. ક્રિકેટ રમવાની તેની ઇચ્છાશક્તિ અને પૅશન અજોડ છે. મેં ક્રિકેટની બાબતમાં વિરાટ કોહલી જેવી પ્રબળ ઇચ્છાશક્તિવાળો બીજો ક્રિકેટર નથી જોયો.’
ADVERTISEMENT
કોહલીને ગઈ કાલે ૩૫મા જન્મદિન બદલ વિશ્વભરમાંથી અનેક ક્રિકેટર્સના, ચાહકોના તેમ જ મોટી-મોટી સંસ્થાઓનાં અભિનંદન મળ્યાં હતાં.
ટ્વિટર પર વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના ચાહકોએ મૂકેલું આ ઇમેજિંગ ખૂબ વાઇરલ થયું હતું (તસવીર : twitter.com)
કોહલી શૂન્યમા બૉલ પર વિકેટ લેનાર એકમાત્ર ક્રિકેટર
વિરાટ કોહલીની ઍક્ટ્રેસ-પત્ની અનુષ્કાએ ગઈ કાલે ૩૫મો બર્થ-ડે ઊજવનાર વિરાટ કોહલી નિમિત્તે ઇન્સ્ટાગ્રામ પર યાદગાર જૂની પોસ્ટ મૂકી હતી જેની વિગત નીચે મુજબ છેઃ વિરાટ કોહલી ટી૨૦ ઇન્ટરનૅશનલ્સમાં કરીઅરના પોતાના શૂન્યમા બૉલ પર વિકેટ લેનાર વિશ્વનો એકમાત્ર ક્રિકેટર છે. ૨૦૧૧માં તે પહેલી વાર ટી૨૦ મૅચમાં બોલિંગ કરી રહ્યો હતો. કોહલીનો પહેલો જ બૉલ વાઇડ હતો જેમાં એમએસ ધોનીએ ઇંગ્લૅન્ડના કેવિન પીટરસનને સ્ટમ્પ-આઉટ કર્યો હતો. ત્યારે કોહલીની બોલિંગ ઍનૅલિસિસ આ મુજબની હતી ઃ ૦.૦-૦-૧-૧.
ટ્વિટર પર બીસીસીઆઇએ એકસરખી ૪૯ ઓડીઆઇ સેન્ચુરી ફટકારી ચૂકેલા બે મહાન ક્રિકેટર્સ સચિન તેન્ડુલકર અને વિરાટ કોહલીની ઇમેજિંગવાળી તસવીર ગઈ કાલે પોસ્ટ કરી હતી.
તસવીર : twitter.com
રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરે ગઈ કાલે પોતાના પીઢ આઇપીએલ ખેલાડી વિરાટ કોહલીના ૩૫મા જન્મદિને ટીમના સાથી પ્લેયર્સ સાથેની કાલ્પનિક તસવીર ટ્વિટર પર પોસ્ટ કરી હતી.
વીરેન્દર સેહવાગે ગઈ કાલે પોતાના ભૂતપૂર્વ સાથી-બૅટર વિરાટ કોહલીને બર્થ-ડેના તેમ જ ૪૯મી સદીનાં અભિનંદન આપતાં લખ્યું હતું કે ‘સેન્ચુરી હીમોગ્લોબિન કી તરહ ઇન કી રગોં મેં દોડતી હૈ. આંખોમાં સપનાં લઈને ક્રિકેટના મેદાન પર આવેલા એક યુવા ખેલાડીએ પોતાની આગવી સ્ટાઇલ અને નીતિમત્તા, પૅશન, હાર્ડવર્ક, ટૅલન્ટ સાથે ક્રિકેટની રમતમાં રાજ કર્યું છે. અપ્સ ઍન્ડ ડાઉન્સ આવ્યા, પરંતુ રમતમાં તેની ઉગ્રતા-તીવ્રતા અને પ્રબળ ઇચ્છાશક્તિ એવી ને એવી જ રહી છે. વિરાટને મારા બેસ્ટ વિશિઝ.’
તસવીર : twitter.com
ટ્વિટર પર શિવમ શુક્લા નામના વિરાટ કોહલીના ચાહકે કોહલીની બે બાળ-તસવીર પોસ્ટ કરીને તેને બર્થ-ડે ગિફ્ટની તેમ જ ૪૯મી સદીની બધાઈ આપી હતી.
તસવીર : twitter.com
અનુષ્કા શર્માએ ઇન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલી માટે શું લખ્યું?
‘તે ખરેખર જીવનના દરેક રોલમાં અસાધારણ રહ્યો છે એમ છતાં પોતાની શાનદાર યશકલગીમાં એક પછી એક પીછું ઉમેરતો રહ્યો છે (વિચારાધીન ચહેરો, કિસિંગ અને લાફિંગ ઇમોજિસ સાથે). હું જીવનભર અને પછી પણ તને કોઈ પણ રૂપમાં અપાર પ્રેમ કરતી જ રહીશ.’ વિરાટ-અનુષ્કાએ ૨૦૧૭ની ૧૧ ડિસેમ્બરે ઇટલીમાં લગ્ન કર્યાં હતાં. તેમને બે વર્ષની દીકરી છે જેનું નામ વામિકા છે. અનુષ્કા નેટફ્લિક્સ ઇન્ડિયા પર ક્રિકેટર ઝુલન ગોસ્વામીની બાયોપિક ‘ચકડા એક્સપ્રેસ’માં ઝુલનની ભૂમિકામાં જોવા મળશે.
અનુષ્કાની વિરાટ સાથેની તેના માટેની પોસ્ટને ૧૧,૦૦૦થી વધુ લાઇક્સ મળ્યા હતા. વિરાટે અનુષ્કાની પોસ્ટના જવાબમાં પોતાની મજાકિયા મૂડવાળી તેમ જ અનુષ્કા સાથેની તસવીર પોસ્ટ કરી હતી.

