આજે કોની વચ્ચે મૅચ રમાશે? : દિલ્હી v/s બૅન્ગલોર, ડી. વાય. પાટીલ, સાંજે ૭.૩૦
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
બ્રેબર્નમાં ગઈ કાલે ડબ્લ્યુપીએલમાં મુંબઈ સામે યુપીએ ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૫૯ રન બનાવ્યા એને બદલે યુપીનો સ્કોર કદાચ ૨૦૦ને પાર ગયો હોત, પરંતુ મુંબઈની સ્પિનર અને ટુર્નામેન્ટમાં હાઇએસ્ટ ૧૨ વિકેટ લેનાર સાઇકા ઇશાકે (૪-૦-૩૩-૩) યુપીની અલીઝા હીલી (૪૬ બૉલમાં ૫૮ રન) તથા તાહલિયા મૅકગ્રા (૩૭ બૉલમાં ૫૦ રન)ની વિકેટ લેતાં મોટો વળાંક આવ્યો હતો અને યુપીનો સ્કોર ૧૬૦ને પાર નહોતો જઈ શક્યો.
શનિવારે શેફાલી જોરદાર ફટકાબાજી કરી રહી હતી અને તેને સામા છેડા પરથી જોવાની મને ખૂબ મજા પડી હતી. તે હિટિંગ કરી રહી હતી ત્યારે સામા છેડા પરથી હું ચિયરલીડિંગ કરી રહી હતી. મેં નૉન-સ્ટ્રાઇક એન્ડ પરથી અત્યાર સુધી જોયેલી જબરદસ્ત ફટકાબાજીઓમાંની એ એક હતી. - મેગ લૅનિંગ (દિલ્હીની કૅપ્ટન)

