Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વૈભવ સૂર્યવંશી ભારતીય સિનિયર ટીમ સાથે પહેલી વખત મેદાન પર આવ્યો, પણ ડેબ્યુ ન કરી શક્યો

વૈભવ સૂર્યવંશી ભારતીય સિનિયર ટીમ સાથે પહેલી વખત મેદાન પર આવ્યો, પણ ડેબ્યુ ન કરી શક્યો

Published : 27 June, 2026 01:35 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સિરીઝના એક દિવસ પહેલાં ભારતના બૅટિંગ કોચ સિતાંશુ કોટકે કહ્યું હતું કે ‘વૈભવ સૂર્યવંશી સારો પ્લેયર છે પણ શાનદાર ફૉર્મમાં ચાલી રહેલા ખેલાડી પાસેથી તક છીનવીને નવી વ્યક્તિને ડેબ્યુ ન કરાવી શકાય.’ 

ભારતીય ટીમની નવી જર્સીમાં ફોટોશૂટ કરાવી રહેલો વૈભવ સૂર્યવંશી.

ભારતીય ટીમની નવી જર્સીમાં ફોટોશૂટ કરાવી રહેલો વૈભવ સૂર્યવંશી.


આયરલૅન્ડ સામેની T20 સિરીઝનો પ્રચાર ૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશીના ઇન્ટરનૅશનલ ડેબ્યુ તરીકે કરવામાં આવ્યો હતો. આ પ્રચારને કારણે જ બેલફાસ્ટની બન્ને T20 મૅચોની બધી ટિકિટ વેચાઈ ગઈ છે અને પહેલી મૅચમાં સ્ટેડિયમ હાઉસફુલ જોવા મળ્યું હતું. જોકે પહેલી મૅચમાં વૈભવને ડેબ્યુની તક આપવામાં આવી નહોતી. નૅશનલ ઍન્થમ સમયે તે પહેલી વખત સિનિયર ટીમ સાથે મેદાન પર જોવા મળ્યો હતો. 
મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલની પ્લેઇંગ ઇલેવનમાંથી સંજુ સૅમસન, અભિષેક શર્મા, ઈશાન કિશન, તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહે પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું. ટીમમાં શ્રેયસ ઐયર, વૉશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા અને પ્રસિદ્ધ ક્રિષ્નાની વાપસી થઈ હતી. 
સિરીઝના એક દિવસ પહેલાં ભારતના બૅટિંગ કોચ સિતાંશુ કોટકે કહ્યું હતું કે ‘વૈભવ સૂર્યવંશી સારો પ્લેયર છે પણ શાનદાર ફૉર્મમાં ચાલી રહેલા ખેલાડી પાસેથી તક છીનવીને નવી વ્યક્તિને ડેબ્યુ ન કરાવી શકાય.’ 
કૅપ્ટન શ્રેયસ ઐયરે ટૉસ સમયે કહ્યું, ‘વૈભવ સારો ખેલાડી છે. જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તેને તક મળશે. હાલમાં અમારી પાસે સતત સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓ ઉપલબ્ધ છે.’

વૈભવ સૂર્યવંશીએ ભારત માટે જર્સી નંબર ૩ કેમ પસંદ કરી?
વૈભવ સૂર્યવંશીએ પોતાની પહેલી ઇન્ટરનૅશનલ સિરીઝ માટે જર્સી-નંબર ૩ પસંદ કર્યો છે. વૈભવ સૂર્યવંશીએ રાજસ્થાન રૉયલ્સ માટે પહેલી સીઝનમાં ૧૨ નંબરની જર્સી પહેરી હતી. મમ્મીના કહેવા પર તેણે ૩ નંબર પસંદ કર્યો કારણ કે ૧ અને ૨ અંકનો સરવાળો ૩ થાય છે. ભારત માટે હરભજન સિંહ, સુરેશ રૈના અને યુઝવેન્દ્ર ચહલ ૩ નંબરની જર્સીમાં રમી ચૂક્યા છે. 


Whatsapp-channel Whatsapp-channel

27 June, 2026 01:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK