Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બૅન્ગલોરના કૅફેમાં સ્ટાફને ટિપ મળે તો ડાન્સ કરવા લાગે છે

બૅન્ગલોરના કૅફેમાં સ્ટાફને ટિપ મળે તો ડાન્સ કરવા લાગે છે

Published : 27 June, 2026 01:26 PM | IST | Bengaluru
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્ટાફને આવી નાની-નાની ખુશીઓ સેલિબ્રેટ કરતા જોઈને કસ્ટમરને પણ બહુ ગમે છે

કૅફે નુવિકોના સ્ટાફનું કહેવું છે કે જ્યારથી આ પરંપરા શરૂ થઈ છે ત્યારથી ટિપ મળવાનું વધી ગયું છે

અજબ ગજબ

કૅફે નુવિકોના સ્ટાફનું કહેવું છે કે જ્યારથી આ પરંપરા શરૂ થઈ છે ત્યારથી ટિપ મળવાનું વધી ગયું છે


દરેક કૅફે અને રેસ્ટોરાં પોતાને ત્યાં આવતા કસ્ટમર્સને સારા ફૂડની સાથે કંઈક યુનિક એક્સ્પીરિયન્સ આપવાની કોશિશ કરતાં હોય છે. જોકે બૅન્ગલોરના એક કૅફેએ પોતાના સ્ટાફને નચાવીને કસ્ટમર્સને આશ્ચર્યમાં મૂકવાનું શરૂ કર્યું છે. કૅફે નુવિકો એનું નામ છે. અહીં એવું માનવામાં આવે છે કે જો કોઈ કસ્ટમર સર્વિંગ-સ્ટાફને ટિપ આપે તો એ તેની સફળતા છે અને સફળતા તો સેલિબ્રેટ થવી જ જોઈએ. કોઈ પણ ગ્રાહક સ્ટાફને ટિપ આપે તો એ જગ્યાએ હાજર બધા જ સ્ટાફ-મેમ્બર્સ ડાન્સ-મૂવ્સ કરવા લાગે છે. સ્ટાફને આવી નાની-નાની ખુશીઓ સેલિબ્રેટ કરતા જોઈને કસ્ટમરને પણ બહુ ગમે છે. કૅફે નુવિકોના સ્ટાફનું કહેવું છે કે જ્યારથી આ પરંપરા શરૂ થઈ છે ત્યારથી ટિપ મળવાનું વધી ગયું છે. 


Whatsapp-channel Whatsapp-channel

27 June, 2026 01:26 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK