Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વેસ્ટ ઇન્ડીઝ સામે પહેલા દિવસે શ્રીલંકા ૩૦૮ રને ઢેર થયું

વેસ્ટ ઇન્ડીઝ સામે પહેલા દિવસે શ્રીલંકા ૩૦૮ રને ઢેર થયું

Published : 27 June, 2026 03:09 PM | IST | Sri Lanka
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શ્રીલંકાના કૅપ્ટન ધનંજય દ સિલ્વાએ પાંચમા ક્રમે રમીને ૧૬૮ બૉલમાં ૧૭ ફોરની મદદથી ૧૨૦ રન કર્યા હતા. ત્રીજા ક્રમે રમીને દિનેશ ચંદીમલે ૬૭ બૉલમાં ૫૪ રન અને સાતમા ક્રમે રમનાર સોનલ દિનુશાએ ૭૫ બૉલમાં ૪૩ રનનું યોગદાન આપ્યું હતું. 

ધનંજય દ સિલ્વાએ પોતાની ૧૩મી ટેસ્ટ-સેન્ચુરી ફટકારી ટીમની લાજ બચાવી.

ધનંજય દ સિલ્વાએ પોતાની ૧૩મી ટેસ્ટ-સેન્ચુરી ફટકારી ટીમની લાજ બચાવી.

યજમાન વેસ્ટ ઇન્ડીઝ અને શ્રીલંકા વચ્ચે હાલમાં બે ટેસ્ટ-મૅચની સિરીઝ શરૂ થઈ છે. ટૉસ હારીને પહેલા બૅટિંગ કરનાર શ્રીલંકાએ ૭૧.૫ ઓવરમાં ૩૦૮ રને તમામ વિકેટ ગુમાવીને પહેલી ઇનિંગ્સ સમાપ્ત કરી હતી. ૨૫.૫ ઓવરમાં અડધી ટીમ ૧૧૦ રનના સ્કોર પર તંબુભેગી થઈ ગઈ હતી. 
શ્રીલંકાના કૅપ્ટન ધનંજય દ સિલ્વાએ પાંચમા ક્રમે રમીને ૧૬૮ બૉલમાં ૧૭ ફોરની મદદથી ૧૨૦ રન કર્યા હતા. ત્રીજા ક્રમે રમીને દિનેશ ચંદીમલે ૬૭ બૉલમાં ૫૪ રન અને સાતમા ક્રમે રમનાર સોનલ દિનુશાએ ૭૫ બૉલમાં ૪૩ રનનું યોગદાન આપ્યું હતું. 
કૅરિબિયન ફાસ્ટ બોલર જસ્ટિન ગ્રીવ્સે ૧૧ ઓવરમાં ૩૯ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. અન્ય ફાસ્ટ બોલર્સ શમર જોસેફ, અલ્ઝારી જોસેફ, કેમાર રોચને બે-બે સફળતા મળી હતી. 

Whatsapp-channel Whatsapp-channel

27 June, 2026 03:09 PM IST | Sri Lanka | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK