આયરલૅન્ડ સામેની સિરીઝ બાદ ઇંગ્લૅન્ડ સામેની પહેલી T20 મૅચમાં પણ ૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશીને ડેબ્યુ કરવાની તક મળી નહોતી. મૅચ દરમ્યાન સ્ટેડિયમમાં વૈભવ માટે ભારે ક્રેઝ જોવા મળ્યો હતો.
ઇંગ્લૅન્ડમાં પણ ફૅન્સ વચ્ચે જોવા મળ્યો વૈભવ સૂર્યવંશીનો ક્રેઝ
ફૅન્સના સ્ટૅન્ડ વચ્ચે બનેલા ડ્રેસિંગ રૂમની સીડી પરથી ઊતરતા સમયે વૈભવ પોતાનું મોઢું હૂડીથી ઢાંકીને આવ્યો હતો. વૈભવનો ઑટોગ્રાફ અને ફોટો લેવા માટે ફૅન્સ વચ્ચે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
વૈભવ સૂર્યવંશીને રમાડવો જ જોઈએ. તેને આયરલૅન્ડ સામે પણ તક આપવી જોઈતી હતી. તેણે આયરલૅન્ડના બોલર્સનાં પેન્ટ ઉતારી નાખ્યાં હોત. IPLમાં તેણે કોઈ બોલરને છોડ્યા નહોતા.
- ભારતનો ભૂતપૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રી
