વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC) ૨૦૨૩-’૨૫ની ફાઇનલ મૅચ માટે સાઉથ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા ક્વોલિફાય થયા છે.
કૅગિસો રબાડા
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC) ૨૦૨૩-’૨૫ની ફાઇનલ મૅચ માટે સાઉથ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા ક્વોલિફાય થયા છે. આ ફાઇનલ મૅચ વિશે વાત કરતાં સાઉથ આફ્રિકા માટે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૫૬૦ વિકેટ લેનાર ફાસ્ટ બોલર કૅગિસો રબાડા કહે છે કે ‘સાઉથ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા વચ્ચે હંમેશાં મજબૂત હરીફાઈ રહી છે, કારણ કે બન્ને ટીમ એકસમાન શૈલીમાં ક્રિકેટ રમે છે. અમે સખત મહેનત કરીએ છીએ. અમે જાણીએ છીએ કે તેઓ અમારી સામે મુશ્કેલ પડકાર રજૂ કરશે, પરંતુ અમે તેમને કેવી રીતે હરાવવા એ પણ જાણીએ છીએ.’

