સોશ્યલ મીડિયા પર વિરાટ કોહલીનો એક વિડિયો વાઇરલ થયો છે
વિરાટ કોહલી
આવતી કાલથી શ્રીલંકા સામે શરૂ થનારી ત્રણ મૅચની વન-ડે સિરીઝ માટે વિરાટ કોહલી સહિતના ખેલાડીઓએ કોલંબોમાં પ્રૅક્ટિસ-સેશન શરૂ કર્યું છે. સોશ્યલ મીડિયા પર વિરાટ કોહલીનો એક વિડિયો વાઇરલ થયો છે જેમાં તે શ્રીલંકન ફૅન્સ પર ગુસ્સે થતો જોવા મળ્યો હતો. સ્ટેડિયમના એક રૂમમાં વૉર્મ-અપ દરમ્યાન એક ફૅને ચોકલી-ચોકલીના નારા લગાવ્યા હતા. આ સાંભળી વિરાટ કોહલી ગુસ્સામાં જોવા મળ્યો અને તેણે કહ્યું કે તે અહીંયા નથી. ચોકલી એ કોહલી અને ચોકિંગથી બનેલો શબ્દ છે, જેનો અર્થ એ થાય છે કે કોહલી નૉકઆઉટ મૅચમાં ચોકર સાબિત થાય છે અને સારું પ્રદર્શન કરતો નથી.

