૮૪૫ રેટિંગ પૉઇન્ટ સાથે ડૅરિલ મિચલ વન-ડે બૅટર્સનાં રૅન્કિંગમાં પહેલા ક્રમે છે
ડૅરિલ મિચલ
ન્યુ ઝીલૅન્ડના ઇન-ફોર્મ બૅટર ડૅરિલ મિચલે વન-ડે બૅટર્સના રૅન્કિંગમાં નંબર-વનનું સ્થાન મેળવી લીધું છે. ભારતનો સ્ટાર પ્લેયર વિરાટ કોહલી ૨૦૨૧ પછી પહેલી વાર નંબર-વન બૅટર બન્યો હતો, પરંતુ ભારત સામેની વન-ડે સિરીઝમાં બૅક-ટુ-બૅક સદી ફટકારીને ડૅરિલ મિચલે એક અઠવાડિયામાં કિંગ કોહલીનો નંબર-વનનો તાજ છીનવી લીધો છે. ૮૪૫ રેટિંગ પૉઇન્ટ સાથે ડૅરિલ મિચલ વન-ડે બૅટર્સનાં રૅન્કિંગમાં પહેલા ક્રમે છે. વિરાટ કોહલી ૭૯૫ રેટિંગ પૉઇન્ટ સાથે બીજા ક્રમે સરકી ગયો છે.
૭૬૪ રેટિંગ પૉઇન્ટ સાથે અફઘાની બૅટર ઇબ્રાહિમ ઝારદાન ત્રીજા ક્રમે આવતાં ભારતનો સ્ટાર બૅટર રોહિત શર્મા ૭૫૭ રેટિંગ પૉઇન્ટ સાથે ચોથા ક્રમે સરકી ગયો છે. શ્રેયસ ઐયર (૬૫૬)ને પછાડીને કે. એલ. રાહુલ (૬૭૦) આ લિસ્ટમાં ૧૦મા નંબરનો બૅટર બન્યો છે. બોલર્સનાં રૅન્કિંગમાં ભારતીય સ્પિનર કુલદીપ યાદવ (૬૨૫) ત્રીજાથી સાતમા ક્રમે સરકી આવી ગયો છે.
ADVERTISEMENT
ન્યુ ઝીલૅન્ડના શાનદાર ફીલ્ડર ગ્લેન ફિલિપ્સે બૅટર્સના લિસ્ટમાં ૧૬ સ્થાનની છલાંગ લગાવીને વીસમું સ્થાન મેળવ્યું છે. ઑલરાઉન્ડરોની યાદીમાં તે ૧૪ સ્થાન ઉપર આવીને ૩૧મા સ્થાને પહોંચી ગયો છે.


