લંડનમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની પ્રૉપર્ટી છે.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા દીકરા સાથે
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ૧૫ ફેબ્રુઆરીએ બીજી વખત મમ્મી-પપ્પા બન્યાં હતાં. તેમના પુત્ર અકાયનો જન્મ યુકેના લંડનમાં થયો હતો ત્યારથી લોકોમાં ચર્ચા છે કે અકાયને યુકેની નાગરિકતા મળશે. લંડનમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની પ્રૉપર્ટી છે. યુકેમાં નાગરિકતા મેળવવી એટલી સરળ નથી. યુકેના નિયમ અનુસાર ત્યાંની નાગરિકતા મેળવવા માટે માતા કે પિતામાંથી કોઈ એક યુકેનો નાગરિક હોવો જરૂરી છે. જો માતા-પિતા એ જગ્યાએ લાંબા સમયથી રહેતાં હોય તો પણ તેમના બાળકને યુકેની નાગરિકતા મળી શકે છે. જો કોઈ વ્યક્તિ સારી હૉસ્પિટલિટી અને વધુ સારાં તબીબી સંસાધનો માટે યુકે ગઈ હોય તો તેને ત્યાંની નાગરિકતા નહીં મળી શકે. કંઈક આવું જ વિરાટ અને અનુષ્કાના પુત્ર અકાયનું છે. જોકે તે ચોક્કસપણે યુકેનો પાસપોર્ટ મેળવી શકે છે.

