Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ૯૫ બૉલમાં ૧૭૧ રન ઝૂડી નાખ્યા વન્ડરબૉય વૈભવ સૂર્યવંશીએ

૯૫ બૉલમાં ૧૭૧ રન ઝૂડી નાખ્યા વન્ડરબૉય વૈભવ સૂર્યવંશીએ

Published : 13 December, 2025 09:35 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અન્ડર-19 એશિયા કપમાં ભારતની ધમાકેદાર શરૂઆત, ૬ વિકેટે હાઇએસ્ટ ૪૩૩ રન કર્યા, UAE ૭ વિકેટે ૧૯૯ રન કરીને ૨૩૪ રને હાર્યું

વૈભવ સૂર્યવંશી

વૈભવ સૂર્યવંશી


UAEમાં ગઈ કાલે વન-ડે ફૉર્મેટના અન્ડર-19 એશિયા કપની ધમાકેદાર શરૂઆત થઈ હતી. ભારતે UAE સામે ૨૩૪ રને જીત મેળવીને વિજયી પ્રારંભ કર્યો હતો. ભારતે બિહારના વન્ડરબૉય વૈભવ સૂર્યવંશીની ૧૭૧ રનની શાનદાર ઇનિંગ્સના આધારે ૬ વિકેટે ૪૩૩ રન કર્યા હતા જે આ ટુર્નામેન્ટનો અને યુથ વન-ડેમાં ભારતનો હાઇએસ્ટ રનનો રેકૉર્ડ હતો. હરીફ ટીમ જવાબમાં ૭ વિકેટે ૧૯૯ રન કરી શકી હતી. ‍

કૅપ્ટન આયુષ મ્હાત્રે ૧૧ બૉલમાં ૪ રન કરીને આઉટ થયો ત્યાર બાદ વૈભવ સૂર્યવંશીની ફટકાબાજી જોવા મળી હતી. તેણે ૧૮૦ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૯૫ બૉલમાં ૯ ફોર અને ૧૪ સિક્સરના આધારે ૧૭૧ રન ઝૂડી નાખ્યા હતા. ઍરોન જ્યૉર્જ અને વિહાન મલ્હોત્રાની ૬૯-૬૯ રનની ઇનિંગ્સથી ભારતને મોટો સ્કોર ઊભો કરવામાં મદદ મળી હતી. 



કૅપ્ટન આયુષે મૅચને ઝડપથી પૂરી કરવા માટે પોતાની સાથે ૯ પ્લેયર્સ પાસે બોલિંગ કરાવી હતી એને કારણે UAEએ ૧૪મી ઓવરમાં ૫૩ રનના સ્કોરે ૬ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે ત્યાર બાદ બે ફિફ્ટી પ્લસની વ્યક્તિગત ઇનિંગ્સના આધારે તેઓ માંડ-માંડ સન્માનજનક સ્કોર સુધી પહોંચ્યા હતા.


વૈભવ સૂર્યવંશી યુથ વન-ડેમાં ૫૦ સિક્સ ફટકારનાર પહેલો ક્રિકેટર બન્યો.

પાકિસ્તાનની પણ વિજયી શરૂઆત 
પાકિસ્તાનની અન્ડર-19 ટીમે ગઈ કાલે મલેશિયા સામે ૨૯૭ રનની જીત નોંધાવી હતી. પાકિસ્તાને બે બૅટર્સની શાનદાર સદીના આધારે ૫૦ ઓવરમાં ૩ વિકેટે ૩૪૫ રન કર્યા હતા. ૩૪૬ રનના ટાર્ગેટના જવાબમાં મલેશિયા ૧૯.૪ ઓવરમાં માત્ર ૪૮ રનમાં ઑલઆઉટ થયું હતું. 


14
યુથ વન-ડેની એક ઇનિંગ્સમાં સૌથી વધુ આટલી સિક્સર ફટકારી વૈભવ સૂર્યવંશીએ.

Whatsapp-channel Whatsapp-channel

13 December, 2025 09:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK