Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ટીમ ઇન્ડિયા આજે રેકૉર્ડ છઠ્ઠી વખત અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપનું ટાઇટલ જીતવા ઊતરશે મેદાનમાં

ટીમ ઇન્ડિયા આજે રેકૉર્ડ છઠ્ઠી વખત અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપનું ટાઇટલ જીતવા ઊતરશે મેદાનમાં

Published : 06 February, 2026 11:10 AM | IST | Harare
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૨૨માં ઇંગ્લૅન્ડ સામેની ફાઇનલમાં ભારત ૪ વિકેટે જીત નોંધાવીને પોતાનું છેલ્લું ટાઇટલ જીત્યું હતું

ટ્રોફી સાથે ભારતીય કૅપ્ટન આયુષ મ્હાત્રે અને ઇંગ્લૅન્ડનો કૅપ્ટન થૉમસ રેવ

ટ્રોફી સાથે ભારતીય કૅપ્ટન આયુષ મ્હાત્રે અને ઇંગ્લૅન્ડનો કૅપ્ટન થૉમસ રેવ


આજે ઝિમ્બાબ્વેની હરારે સ્પોર્ટ્સ કલબના મેદાન પર ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મૅચ રમાશે. ભારતીય ટીમ રેકૉર્ડ દસમી અને સતત છઠ્ઠી વખત આ ટુર્નામેન્ટની ફાઇનલ મૅચ રમશે. ૧૯૯૮ અને ૨૦૨૨ બાદ ઇંગ્લૅન્ડ ત્રીજી વખત ફાઇનલ રમશે.

૨૦૨૨માં ઇંગ્લૅન્ડ સામેની ફાઇનલમાં ભારત ૪ વિકેટે જીત નોંધાવીને પોતાનું છેલ્લું ટાઇટલ જીત્યું હતું. ત્યાર બાદ ૨૦૨૪ની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે ભારત ૭૯ રને હારી ગયું હતું. ઇંગ્લૅન્ડ ૧૯૯૮માં ન્યુ ઝીલૅન્ડને ૭ વિકેટે હરાવીને એક વાર ચૅમ્પિયન બન્યું છે. ટીમ ઇન્ડિયા રેકૉર્ડ છઠ્ઠી વખત આ ટુર્નામેન્ટનું ટાઇટલ જીતવા મેદાનમાં ઊતરશે.



યુથ વન-ડે ક્રિકેટમાં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ૫૫ મૅચ રમાઈ છે એમાંથી ભારત ૪૧ અને ઇંગ્લૅન્ડ ૧૩ મૅચ જીત્યું છે. ફેબ્રુઆરી ૨૦૧૭માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં એકમાત્ર મૅચ ટાઇ થઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

06 February, 2026 11:10 AM IST | Harare | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK