Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રવીન્દ્ર જાડેજા રાજસ્થાન માટે કરશે હલ્લા બોલ, ચેન્નઈનો નવો સુપર કિંગ બન્યો સંજુ સૅમસન

રવીન્દ્ર જાડેજા રાજસ્થાન માટે કરશે હલ્લા બોલ, ચેન્નઈનો નવો સુપર કિંગ બન્યો સંજુ સૅમસન

Published : 16 November, 2025 11:10 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સૅમસન ૧૮ કરોડની વર્તમાન સૅલેરી સાથે ટ્રેડ થયો, પરંતુ જાડેજા ૪ કરોડના સૅલેરી-કટ સાથે ૧૪ કરોડમાં રાજસ્થાનમાં જોડાયો : મોહમ્મદ શમી હૈદરાબાદથી લખનઉ, અર્જુન તેન્ડુલકર મુંબઈથી લખનઉ, નીતીશ રાણા રાજસ્થાનથી દિલ્હી ગયો

સંજુ સૅમસન, રવીન્દ્ર જાડેજા

સંજુ સૅમસન, રવીન્દ્ર જાડેજા


IPL 2026ના મિની ઑક્શન પહેલાં ટીમો વચ્ચે ૧૦ પ્લેયર્સની ટ્રેડ-ડીલ થઈ છે. ગઈ કાલે ૮ પ્લેયર્સની ડીલ જાહેર થઈ એ પહેલાં ઑલરાઉન્ડર શાર્દૂલ ઠાકુર અને શરફેન રુધરફોર્ડને મુંબઈ ઇન્ડિયન્સે પોતાની ટીમમાં સામેલ કર્યા હતા. આ બધામાં ચેન્નઈ સુપર કિંગ્સમાંથી ૧૨ સીઝન રમેલો રવીન્દ્ર જાડેજા અને રાજસ્થાન રૉયલ્સમાંથી ૧૧ સીઝન રમેલો સંજુ સૅમસન છૂટો પડ્યો એની સૌથી વધુ ચર્ચા થઈ.

રાજસ્થાનમાં યંગ પ્લેયરમાંથી કૅપ્ટન બન્યો હતો સંજુ સૅમસન 
રાજસ્થાન રૉયલ્સ માટે ૨૦૨૧થી ૨૦૨૫ દરમ્યાન ૬૭ મૅચમાં કૅપ્ટન્સી કરનાર સંજુ સૅમસન ૧૮ કરોડ રૂપિયાની વર્તમાન સૅલેરી સાથે ચેન્નઈ સુપર કિંગ્સમાં સામેલ થશે. ૧૭૭ IPL મૅચ રમનાર સૅમસન માટે આ ત્રીજી ટીમ બનશે. તે રાજસ્થાન માટે ૨૦૧૩થી હમણાં સુધી ૧૧ સીઝન રમ્યો છે. તે વચ્ચે ૨૦૧૬ અને ૨૦૧૭ની સીઝનમાં દિલ્હી કૅપિટલ્સ માટે રમ્યો હતો. રાજસ્થાન રૉયલ્સમાં એક યંગ પ્લેયર તરીકે સામેલ થનાર સંજુ હવે એક લીડર તરીકે ટીમમાંથી બહાર થઈ રહ્યો છે. ગઈ સીઝનમાં તેની ઇન્જરીને કારણે તે મોટા ભાગની મૅચમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી શક્યો નહોતો.



રવીન્દ્ર જાડેજાની સૅલેરી ૧૮થી ઘટીને ૧૪ કરોડ રૂપિયા થઈ
ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) માટે છેલ્લી સીઝન સુધી રમનાર રવીન્દ્ર જાડેજા પોતાની પહેલી IPL ટીમમાં પરત ફર્યો છે. ટ્રેડ ઍગ્રીમેન્ટ હેઠળ તેની લીગ-ફી ૧૮ કરોડથી ઘટાડીને ૧૪ કરોડ રૂપિયા કરવામાં આવી છે. પહેલી IPL ચૅમ્પિયન ટીમ રાજસ્થાન રૉયલ્સ માટે જાડેજા ૨૦૦૭થી ૨૦૦૯ સુધી રમ્યો હતો. ચેન્નઈ સુપર કિંગ્સ સાથે ૧૨ સીઝન રમવા સિવાય તેણે એક સીઝન કોચી અને બે


સીઝન ગુજરાત લાયન્સ માટે પણ રમી છે. સંજુ સૅમસન જેવા ટૉપ ઑર્ડર બૅટરને સામેલ કરવા ચેન્નઈએ ૨૫૪ IPL મૅચ રમનાર રવીન્દ્ર જાડેજાને છોડવો પડ્યો છે. રાજસ્થાન રૉયલ્સે જાડેજાનો પિન્ક જર્સી પહેરેલો એક શાનદાર વિડિયો પણ શૅર કર્યો હતો. ૧૬ વર્ષ બાદ રાજસ્થાન રૉયલ્સમાં વાપસી કરીને તેણે કહ્યું હતું કે ‘રાજસ્થાન રૉયલ્સે મને પહેલી વખત પ્લૅટફૉર્મ આપ્યું અને પહેલી જીતનો સ્વાદ પણ ચાખ્યો. આ મારા માટે માત્ર ટીમ નહીં પણ ઘર છે. આ ટીમ સાથે મેં પહેલી વખત IPL ટાઇટલ જીત્યું અને હવે વધુ જીતવાની આશા છે.’

અન્ય ક્યા પ્લેયર્સ ટ્રેડ થયા?
 ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર સૅમ કરૅનને ચેન્નઈ સુપર કિંગ્સ પાસેથી રાજસ્થાન રૉયલ્સે વર્તમાન લીગ-ફી  ૨.૪ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ૬૪ IPL મૅચ રમનાર સૅમ કરૅનની આ ત્રીજી ટીમ બનશે. આ પહેલાં તે પંજાબ કિંગ્સ માટે પણ ત્રણ સીઝન રમ્યો છે. 
 સનરાઇઝર્સ હૈદરાબાદ પાસેથી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને લખનઉ સુપર જાયન્સ્ટ્સે વર્તમાન ૧૦ કરોડ રૂપિયાની ફીમાં ખરીદ્યો છે. ૧૧૯ IPL મૅચ રમનાર અનુભવી શમી માટે આ છઠ્ઠી ટીમ બનશે. તે હૈદરાબાદ સિવાય ગુજરાત, પંજાબ, દિલ્હી અને કલકત્તા માટે પણ રમ્યો છે. 
 બોલિંગ-ઑલરાઉન્ડર અર્જુન તેન્ડુલકર મુંબઈ ઇન્ડિયન્સમાંથી લખનઉ સુપર જાયન્ટ્સમાં ટ્રાન્સફર થયો છે. અર્જુન તેની વર્તમાન ૩૦ લાખ રૂપિયાની ફીમાં નવી ટીમ સાથે જોડાયો છે. ૨૦૨૩-’૨૪માં તેણે મુંબઈ માટે પાંચ મૅચમાં ૩ વિકેટ ઝડપી હતી.
 લેગ-સ્પિનર ​​મયંક માર્કન્ડે કોલકાતા નાઇટ રાઇડર્સમાંથી મુંબઈ ઇન્ડિયન્સમાં પરત ફરશે. તે વર્તમાન ૩૦ લાખ રૂપિયાની સૅલેરી સાથે જ મુંબઈમાં પરત ફર્યો છે. તેણે ૩૭ IPL મૅચમાં ૩૭ વિકેટ ઝડપી છે. ૨૦૧૮, ૨૦૧૯ અને ૨૦૨૨માં તે મુંબઈ માટે રમ્યો હતો. ૨૦૨૧માં તે રાજસ્થાન અને ૨૦૨૩-’૨૪માં તે સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમ્યો હતો. ગયા વર્ષે તે કલકત્તામાં જોડાયો પણ રમવાની તક મેળવી શક્યો નહીં. 
 ડાબા હાથનો બૅટ્સમૅન નીતીશ રાણા હવે રાજસ્થાન રૉયલ્સમાંથી ટ્રેડ થયા બાદ દિલ્હી કૅપિટલ્સ માટે રમશે. ૪.૨ કરોડ રૂપિયાની સૅલેરીમાં તે ચોથી IPL ટીમમાં સામેલ થશે. ૧૧૮ IPL મૅચનો અનુભવ ધરાવનાર નીતીશ રાણા રાજસ્થાન સિવાય મુંબઈ અને કલકત્તા માટે પણ રમ્યો છે. 
 સાઉથ આફ્રિકાનો ઑલરાઉન્ડર ડોનોવન ફેરેરા દિલ્હી કૅપિટલ્સમાંથી રાજસ્થાન રૉયલ્સમાં પરત ફરશે. ટ્રાન્સફર-કરાર મુજબ તેની ફી ૭૫ લાખથી વધારીને એક કરોડ રૂપિયા કરવામાં આવી છે. તે IPL 2024માં રાજસ્થાન તરફથી પહેલી વખત આ ટુર્નામેન્ટ રમ્યો હતો. તે ૪ મૅચમાં કોઈ કમાલ કરી શક્યો નથી. 


Whatsapp-channel Whatsapp-channel

16 November, 2025 11:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK