Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતવા બદલ જી. કમલિનીને તામિલનાડુ સરકાર ૭૫ લાખ રૂપિયાનું પુરસ્કાર આપશે

એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતવા બદલ જી. કમલિનીને તામિલનાડુ સરકાર ૭૫ લાખ રૂપિયાનું પુરસ્કાર આપશે

Published : 24 September, 2026 02:16 PM | IST | Bengaluru
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તામિલનાડુના મુખ્ય પ્રધાન વિજયે ૨૦૨૬ એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતનારી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સભ્ય જી. કમલિનીને ૭૫ લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે. કમલિની મદુરાઈની ૧૮ વર્ષની ક્રિકેટર છે.

જી. કમલિની

જી. કમલિની


તામિલનાડુના મુખ્ય પ્રધાન વિજયે મદુરાઈની ૧૮ વર્ષની ક્રિકેટર જી. કમલિની માટે ૭૫ લાખ રૂપિયાના રોકડ પુરસ્કારની જાહેરાત કરી છે. જી. કમલિની 2026ની એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય મહિલા ટીમનો હિસ્સો છે.
એશિયન ગેમ્સની ત્રણ મૅચમાંથી બે મૅચમાં બૅટિંગ દરમ્યાન કમલિનીએ માત્ર ઝીરો અને ત્રણ રન કર્યા હતા, પરંતુ ફીલ્ડિંગમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. મુખ્ય પ્રધાન વિજયે કહ્યું કે ‘કમલિનીની આ જીત તામિલનાડુના યુવાનો અને મહિલાઓને નવી પ્રેરણા અને આત્મવિશ્વાસ પૂરો પાડશે.’


Whatsapp-channel Whatsapp-channel

24 September, 2026 02:16 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK