Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > દરિયામાં ૧૪,૦૦૦ કિલોમીટરનું અંતર કાપીને ન્યુ યૉર્ક પહોંચી રહી છે ડ્રૉપ ઇન પિચ

દરિયામાં ૧૪,૦૦૦ કિલોમીટરનું અંતર કાપીને ન્યુ યૉર્ક પહોંચી રહી છે ડ્રૉપ ઇન પિચ

02 May, 2024 06:54 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય ટીમ છ ડ્રૉપ ઇન પિચ પર પ્રૅક્ટિસ કરીને વર્લ્ડ કપ માટે પોતાની દાવેદારી વધુ મજબૂત બનાવતી જોવા મળશે.

ડ્રૉપ ઇન પિચ’ની તસવીર

ડ્રૉપ ઇન પિચ’ની તસવીર


તમે ક્યારેય ‘ડ્રૉપ ઇન પિચ’ વિશે સાંભળ્યું છે? આગામી T20 વર્લ્ડ કપ માટે આવી જ પિચો ઑસ્ટ્રેલિયાથી અમેરિકા પહોંચી રહી છે. ઑસ્ટ્રેલિયાના ઍડીલેડથી શિપમાં દરિયામાર્ગે ૧૪,૦૦૦  કિલોમીટરનું અંતર કાપીને ‘ડ્રૉપ ઇન પિચ’ અમેરિકાના ફ્લૉરિડા પહોંચી હતી. ત્યાંથી ૧૦ ‘ડ્રૉપ ઇન પિચ’ ન્યુ યૉર્કમાં ઇનસ્ટૉલ કરવામાં આવી રહી છે. આ એક એવી પિચ છે જે મેદાન અથવા સ્થળથી ક્યાંક દૂર બનાવવામાં આવે છે અને બાદમાં સ્ટેડિયમમાં લાવી ગોઠવવામાં આવે છે. આ પિચને ઇનસ્ટૉલ કરવામાં લગભગ ૧૨ કલાક લાગે છે. નાસાઉ સ્ટેડિયમમાં ચાર પિચ ગોઠવવામાં આવશે, જ્યારે છ નજીકના પ્રૅક્ટિસ કૉમ્પ્લેક્સમાં ગોઠવવામાં આવશે. ૨૧-૨૨ મેની આસપાસ હેડ કોચ રાહુલ દ્રવિડ અને સ્પોર્ટ્સ સ્ટાફ સાથે ભારતીય ટીમનો પ્રથમ બૅચ વર્લ્ડ કપની પ્રૅક્ટિસ માટે ભારતથી રવાના થશે. ભારતીય ટીમ છ ડ્રૉપ ઇન પિચ પર પ્રૅક્ટિસ કરીને વર્લ્ડ કપ માટે પોતાની દાવેદારી વધુ મજબૂત બનાવતી જોવા મળશે.


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2024 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK