ફીલ્ડિંગ કોચ ટી. દિલીપે નાનકડા અમેરિકન પંજાબી છોકરા સુભેકના હાથે મોહમ્મદ સિરાજને બેસ્ટ ફીલ્ડરનો મેડલ અપાવ્યો હતો
T20 World Cup
ડ્રેસિંગ રૂમમાં બેસ્ટ ફીલ્ડરનો મેડલ આપતો છોટે સરદારજી
ભારતીય ટીમ મૅનેજમેન્ટે 2023ના વન-ડે વર્લ્ડ કપ દરમ્યાન બેસ્ટ ફીલ્ડિંગ કરનાર ભારતીયને અવૉર્ડ આપવાનું શરૂ કર્યું હતું . હવે T20 વર્લ્ડ કપ 2024માં પણ આ પરંપરા જાળવી રાખવામાં આવી છે. ફીલ્ડિંગ કોચ ટી. દિલીપે નાનકડા અમેરિકન પંજાબી છોકરા સુભેકના હાથે મોહમ્મદ સિરાજને બેસ્ટ ફીલ્ડરનો મેડલ અપાવ્યો હતો. તેણે સટીક થ્રો મારીને ગૅરેથ ડેલનીને રનઆઉટ કર્યો હતો. ભારતીય ક્રિકેટ બોર્ડે શૅર કરેલા વિડિયોમાં સુભેક અર્શદીપ સિંહ સહિતના અન્ય ક્રિકેટર્સ સાથે પણ વાતચીત કરતો જોવા મળ્યો હતો.