હું સતત ૧૫ વખત ઝીરોમાં આઉટ થાઉં તો પણ મને ટીમમાં સ્થાન આપવાની ખાતરી આપી હતી કૅપ્ટન સૂર્યાએ : અભિષેક શર્મા
અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ
પંજાબનો પચીસ વર્ષનો ક્રિકેટર અભિષેક શર્મા ભારત માટે ૨૪ T20માં બે સદીની મદદથી ૮૪૯ રન ફટકારી ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ધમાલ મચાવી રહ્યો છે. તેણે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેના આ શાનદાર આંકડા પાછળ ભારતના T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવના એક નિવેદનનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે.
ઇન્ટરનૅશનલ ક્રિકેટના પડકારજનક તબક્કામાં સૂર્યાએ અતૂટ સમર્થન દર્શાવતાં એક સમયે અભિષેક શર્માને કહ્યું હતું કે ‘જો તું સતત ૧૫ વખત ઝીરોમાં આઉટ થાય તોય તને ટીમમાં સ્થાન મળશે. એની ખાતરી લેખિતમાં આપી શકું છું.’
ADVERTISEMENT
આ આશ્વાસને અભિષેકને પ્રેશર હેઠળ રમવાનું બંધ કરવાનો અને મેદાન પર મુક્તપણે રમવાનો આત્મવિશ્વાસ આપ્યો હતો.
અભિષેક શર્માએ T20 ICC રૅન્કિંગ્સમાં રેકૉર્ડ કર્યો
T20 એશિયા કપ 2025ની ૭ મૅચમાં ૩૧૪ રન ફટકારીને ભારતીય ઓપનર અભિષેક શર્મા પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ બન્યો હતો. તેના આ પ્રદર્શનને કારણે તેણે ICC T20 બૅટર્સના રૅન્કિંગ્સમાં રેકૉર્ડ ૯૩૧ રેટિંગ પૉઇન્ટ મેળવીને નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું હતું. આ પહેલાં આ લિસ્ટમાં ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ બેટર ડેવિડ મિલાને હાઇએસ્ટ ૯૧૯ રેટિંગ પૉઇન્ટ નોંધાવ્યા હતા.


