બુર્જ ખલીફા ખાતે અભિષેક શર્માએ મમ્મી, બહેન, ફૅમિલી અને ટીમના ફ્રેન્ડ્સને ડિનર-પાર્ટી આપી હતી
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
પાકિસ્તાન સામેની મૅચમાં ૭૪ રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમનાર ભારતીય ઓપનર અભિષેક શર્માની બહેન કોમલ શર્માએ ગઈ કાલે કેટલાક રસપ્રદ ફોટો શૅર કર્યા હતા. બુર્જ ખલીફા ખાતે અભિષેક શર્માએ મમ્મી, બહેન, ફૅમિલી અને ટીમના ફ્રેન્ડ્સને ડિનર-પાર્ટી આપી હતી.

ADVERTISEMENT
બુર્જ ખલીફાની મુલાકાત દરમ્યાન તેમને સિંગર ગુરુ રંધાવા પણ મળ્યો હતો. શૅર કરેલા ફોટોઝમાં ગુરુ રંધાવા સાથે ભારતીય ક્રિકેટર રિંકુ સિંહ, જિતેશ શર્મા, કુલદીપ યાદવ અને અર્શદીપ સિંહે પણ ફોટો માટે પોઝ આપ્યો હતો.


