બે દાયકાથી વધુનો ઉત્કૃષ્ટ કોચિંગ અનુભવ અને રમતની ઊંડી સમજને કારણે ઓમાન ક્રિકેટ બોર્ડે તેને આગામી T20 અને વન-ડે વર્લ્ડ કપ માટે આ જવાબદારી સોંપી છે.
સુલક્ષણ કુલકર્ણી
મુંબઈના અનુભવી કોચ સુલક્ષણ કુલકર્ણીને ઓમાનની મેન્સ ટીમનો ડેપ્યુટી હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. ૫૮ વર્ષના કોચે આ પહેલાં મુંબઈ, વિદર્ભ, છત્તીસગઢ, તામિલનાડુ, મહારાષ્ટ્ર અને નેપાલની ટીમને કોચિંગ આપ્યું છે. બે દાયકાથી વધુનો ઉત્કૃષ્ટ કોચિંગ અનુભવ અને રમતની ઊંડી સમજને કારણે ઓમાન ક્રિકેટ બોર્ડે તેને આગામી T20 અને વન-ડે વર્લ્ડ કપ માટે આ જવાબદારી સોંપી છે.
સુલક્ષણ કુલકર્ણી ૧૯૮૫થી ૨૦૦૨ સુધી ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ રમ્યો હતો અને સચિન તેન્ડુલકર અને સુનીલ ગાવસકર જેવા મહાન પ્લેયર્સ સાથે ડ્રેસિંગ રૂમ શૅર કર્યો હતો. તેને રોહિત શર્મા, અજિંક્ય રહાણે, સૂર્યકુમાર યાદવ, ચેતેશ્વર પુજારા જેવા સ્ટાર પ્લેયર્સની કરીઅરને આકાર આપવાનો શ્રેય પણ જાય છે.


