શ્રીલંકા સામે ૮૦ રનના સ્કોર પર ચાર વિકેટ ગુમાવી દીધી છે યજમાન ટીમે
સતત પડતા વરસાદ અને ભીના મેદાનને કારણે પહેલા દિવસની રમત આગળ વધી શકી નહીં
ગઈ કાલે સાઉથ આફ્રિકાના ડરબનમાં શ્રીલંકા અને આફ્રિકન ટીમ વચ્ચે બે મૅચની ટેસ્ટ-સિરીઝ શરૂ થઈ હતી. પહેલી ટેસ્ટના પહેલા દિવસે શ્રીલંકાએ ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. સાઉથ આફ્રિકન ટીમ પહેલા દિવસે ૨૦.૪ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને ૮૦ રન ફટકારી શકી છે, કારણ કે લંચ બ્રેક પહેલાં વરસાદને કારણે મૅચ રોકવી પડી હતી. સતત પડતા વરસાદ અને ભીના મેદાનને કારણે પહેલા દિવસની રમત આગળ વધી શકી નહીં. શ્રીલંકન ફાસ્ટ બોલર લાહિરુ કુમારાએ બે વિકેટ ઝડપી હતી, જ્યારે સાઉથ આફ્રિકા તરફથી કૅપ્ટન ટેમ્બા બાવુમા સૌથી વધુ ૨૮ રન બનાવીને અણનમ છે.