Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > T20 કૅપ્ટન્સીમાં ફેરફાર થયા બાદ શ્રેયસ ઐયર પ્લેયર ઑફ ધ મૅચ બન્યો, સૂર્યા ફિફ્ટી ચૂક્યો

T20 કૅપ્ટન્સીમાં ફેરફાર થયા બાદ શ્રેયસ ઐયર પ્લેયર ઑફ ધ મૅચ બન્યો, સૂર્યા ફિફ્ટી ચૂક્યો

Published : 08 June, 2026 02:46 PM | Modified : 08 June, 2026 02:47 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

21,647 ક્રિકેટ-ફૅન્સ હાજર રહ્યા હતા વાનખેડે સ્ટેડિયમમાં સૂર્યા અને શ્રેયસની ટક્કર જોવા. 

મૅચ પહેલાં એકમેકને ભેટ્યા હતા સૂર્યા અને શ્રેયસ ઐયર.

મૅચ પહેલાં એકમેકને ભેટ્યા હતા સૂર્યા અને શ્રેયસ ઐયર.


શનિવારે બપોરે ભારતના T20 કૅપ્ટનપદમાં ફેરફાર થયા બાદ સાંજે વાનખેડે સ્ટેડિયમમાં ભૂતપૂર્વ કૅપ્ટન સૂર્યકુમાર યાદવ અને નવા કૅપ્ટન શ્રેયસ ઐયરે શાનદાર બૅટિંગ-પ્રદર્શન કર્યું હતું. કૅપ્ટન સૂર્યકુમાર યાદવની ટીમ ટ્રાયમ્ફ્સ નાઇટ્સ ૮ વિકેટે ૧૪૭ રન કરી શકી હતી. જવાબમાં સોબો મુંબઈ ફાલ્કન્સે ૧૬.૪ ઓવરમાં પાંચ વિકેટે ૧૪૯ રન કરીને ૧૪૮ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. સૂર્યા ઍન્ડ કંપનીને લીગની ત્રણેય મૅચમાં સતત હારનો સામનો કરવો પડ્યો છે. ૪.૪ ઓવરમાં જ્યારે ૧૯ રને બે વિકેટ પડી ત્યારે સૂર્યા ચોથા ક્રમે બૅટિંગ કરવા આવ્યો હતો. તે ૨૦૦ના સ્ટ્રાઇક-રેટથી ૨૪ બૉલમાં ૩ ફોર અને ૪ સિક્સની મદદથી ૪૮ રન કરીને બોલ્ડ થયો હતો. રન-ચેઝ દરમ્યાન શ્રેયસ ઐયર ચોથા ક્રમે ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે રમ્યો હતો. શ્રેયસ ઐયર ૧૬૯.૪૪ના સ્ટ્રાઇક-રેટથી ૩૬ બૉલમાં પાંચ ફોર અને ચાર સિક્સના આધારે ૬૧ રન કરીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. સૂર્યા માટે કોઈ વસ્તુ સરળ નથી રહી. તેણે ૩૧ વર્ષની ઉંમરે ભારત માટે ડેબ્યુ કરીને દેખાડ્યું હતું કે તે હંમેશાં સંઘર્ષ માટે તૈયાર રહે છે. મુંબઈ અને ફ્રૅન્ચાઇઝી ટીમોની જેમ ભારતના કૅપ્ટન તરીકે પણ શ્રેયસ ઐયરનો કાર્યકાળ સારો રહેશે એવી આશા. - ભારતનો અનુભવી કૅપ્ટન રોહિત શર્મા

શિવમ દુબેની ટીમ ૫૮ રનમાં છેલ્લી ૭ વિકેટ ગુમાવીને સરફરાઝ ખાનની પલટન સામે હારી



મેન્સ T20 મુંબઈ લીગ 2026ની ૧૩મી મૅચ ગઈ કાલે બપોરે આકાશ ટાઇગર્સ અને અંધેરી ટીમ વચ્ચે રમાઈ હતી. સરફરાઝ ખાનની ટીમ આકાશ ટાઇગર્સે ૬ વિકેટ ગુમાવીને ૧૭૨ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં શિવમ દુબેની ટીમ ૨૦ ઓવરમાં ૧૬૪ રને ઑલઆઉટ થઈને ૭ રને હારી ગઈ હતી. અંતિમ ઓવરમાં જ્યારે ૧૧ રનની જરૂર હતી ત્યારે અંધેરી ટીમ ૩ વિકેટ ગુમાવીને ૩ રન જ કરી શકી હતી. આ મૅચમાં ઓપનર તરીકે સરફરાઝ ખાન ૮ બૉલમાં ૬ રન કરીને બોલ્ડ થયો હતો. અંધેરી ટીમ માટે શિવમ દુબેએ ૧૩ બૉલમાં ૩ સિક્સની મદદથી પચીસ રન કરીને એક વિકેટ પણ લીધી હતી. વિકેટલેસ રહેલા અર્જુન તેન્ડુલકરે બે બૉલમાં બે રન કર્યા હતા. મોટા ભાઈની ટીમ સામે રમીને સ્પિનર મુશીર ખાને એક વિકેટ લીધી હતી અને તે ૪ બૉલમાં ૧ જ રનનું યોગદાન આપી શક્યો હતો.

હૅટ-ટ્રિક જીત સાથે સોબો મુંબઈ ફાલ્કન્સની ફાઇનલમાં એન્ટ્રી

વાનખેડે સ્ટેડિયમમાં ગઈ કાલે બપોરે આકાશ ટાઇગર્સ સામે ૩૯ રને જીત મેળવીને મુંબઈ ફાલ્કન્સે ફાઇનલમાં એન્ટ્રી કરી લીધી છે. પહેલી સીઝનની ચોથી મૅચમાં સોબો મુંબઈ ફાલ્કન્સે ૭ વિકેટે ૧૪૩ રન કર્યા હતા. જવાબમાં આકાશ ટાઇગર્સ ૪૩ રનમાં છેલ્લી ૮ વિકેટ ગુમાવીને ૧૮.૨ ઓવરમાં ૧૦૪ રને ઑલઆઉટ થઈ ગયું હતું. પ્લેયર ઑફ ધ મૅચ સારિકા કોલીએ ૩૫ બૉલમાં ૪૯ રન કરીને ટીમને સન્માનજનક સ્કોર અપાવ્યો હતો. ભારતીય ટીમની ક્રિકેટર અને સોબો મુંબઈ ફાલ્કન્સની કૅપ્ટન સાયલી સાતઘરેએ ૪ ઓવરમાં ૨૧ રન આપીને બે વિકેટ લીધી હતી. તેણે ૯ વિકેટ સાથે ઑરેન્જ કૅપ પર કબજો કર્યો હતો. આકાશ ટાઇગર્સની ઓપનર સાનિકા ચાળકે લીગની પહેલી ફિફ્ટી સાથે ૧૩૧ રન કરીને હાલમાં ઑરેન્જ કૅપ હોલ્ડર છે.


તેલંગણ ક્રિકેટ T20 લીગના પહેલા ઑક્શનમાં તિલક ૩૩ લાખ, સિરાજ ૧૪ લાખમાં વેંચાયો

૨૧ જૂનથી તેલંગણ ક્રિકેટ T20 લીગની પહેલી સીઝન શરૂ થવાની છે. આ લીગ માટે ગઈ કાલે ઑક્શન યોજાયું હતું. ભારતીય ક્રિકેટર તિલક વર્મા અને મોહમ્મદ સિરાજ પર આ ઑક્શનમાં સૌથી મોટી બોલી લાગી હતી. ભારતના નવા T20 વાઇસ-કૅપ્ટન તિલક વર્માને ઑક્શનમાં સૌથી મોટી ૩૩ લાખ રૂપિયાની બોલી સાથે મેડક ફાલ્કન્સે ખરીદ્યો હતો. વારંગલ વૉરિયર્સે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને ૧૪ લાખ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. 

Whatsapp-channel Whatsapp-channel

08 June, 2026 02:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK