વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026માં મળેલી નિષ્ફળતા વિશે વાત કરતાં સ્મૃતિ માન્ધના કહે છે કે...
ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર કેવિન પીટરસનના યુટ્યુબ શોમાં સામેલ થઈ હતી સ્મૃતિ માન્ધના
ભારતીય વિમેન્સ ટીમની વાઇસ-કૅપ્ટનસ્મૃતિ માન્ધનાએ એક ઇન્ટરવ્યુમાં મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026માં મળેલી નિષ્ફળતા વિશે વાત કરતાં સ્મૃતિ માન્ધના કહે છે કે ‘આત્મનિરીક્ષણ કરવું અને આપણી ભૂલોમાંથી શીખવું મહત્ત્વપૂર્ણ છે. કમનસીબે અમે ભૂતકાળની ભૂલોમાંથી પૂરતું શીખ્યા નહીં અને અેનું પુનરાવર્તન કરતાં રહ્યાં.’
સ્મૃતિએ કહ્યું કે ‘હા, હું ભારતીય ટીમની રેગ્યુલર કૅપ્ટન બનવા માટે બિલકુલ તૈયાર છું. આગળ વધતા સમયે T20 વર્લ્ડ કપ 2028 સુધી એક સ્પષ્ટ રોડમૅપ હોવો જરૂરી છે કે આપણે આ ફૉર્મેટમાં કેવો અભિગમ અપનાવવા માગીએ છીએ અને એક ટીમ તરીકે અમારે શું કરવાની જરૂર છે.’
