શ્રીલંકા સામેની T20 સિરીઝમાં ભારતીય ટીમની આ વાઇસ-કૅપ્ટને ૩ મૅચમાં માત્ર ૪૦ રન કર્યા છે, મૅચનો સમય: સાંજે ૭.૦૦ વાગ્યાથી.
સ્મૃતિ માન્ધના
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધના વન-ડે વર્લ્ડ કપ અને લગ્ન રદ થયા બાદ હાલમાં ખરાબ ફૉર્મમાંથી પસાર થઈ રહી છે. શ્રીલંકા સામેની T20 સિરીઝની પહેલી ૩ મૅચમાં તેણે ટોટલ ૪૦ રન જ કર્યા છે. પહેલી મૅચમાં તેણે પચીસ બૉલમાં પચીસ રન, બીજી મૅચમાં ૧૧ બૉલમાં ૧૪ રન અને ત્રીજી મૅચમાં ૬ બૉલમાં એક જ રન કર્યો હતો. પહેલી બે મૅચમાં તે કૅચઆઉટ થઈ અને ત્રીજી મૅચમાં LBW આઉટ થઈ હતી.
મૅચ ૧ ૨૫ બાૅલમાં ૨૫
મૅચ ૨ ૧૧ બાૅલમાં ૧૪
મૅચ ૩ ૬ બાૅલમાં ૧
ADVERTISEMENT
આજે અને ૩૦ ડિસેમ્બરે શ્રીલંકા સામેની સિરીઝની અંતિમ બે મૅચ રમાશે. આ બે મૅચમાં ઓપનર સ્મૃતિ માન્ધના પાસે શાનદાર કમબૅકની તક રહેશે. ૨૦૨૫ની અંતિમ મૅચોમાં ટીમ ઇન્ડિયા પોતાની વાઇસ-કૅપ્ટન પાસે જબરદસ્ત કમબૅકની આશા રાખશે.


