કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું?
પ્રતીકાત્મક તસવીર
એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)
ભલે તમે કોઈ પરિસ્થિતિને સુધારવા માટે શક્ય એટલું બધું જ કર્યું હોય, પરંતુ જો એ તમારા માટે યોગ્ય ન હોય તો એને છોડી દેવામાં જ ભલાઈ છે.
કારકિર્દી ટિપ : નાની વિગતો પર પણ ધ્યાન આપો, ખાસ કરીને પ્રમાણમાં ખૂબ નાની બાબતો પર. જેમના બૉસ સૂક્ષ્મ વ્યવસ્થાપન કરે છે તેમણે વ્યક્તિ સાથે સારી રીતે વિચારેલી યોજનાથી વ્યવહાર કરવાની જરૂર છે.
ADVERTISEMENT
ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)
કોઈ પણ પડકારજનક પરિસ્થિતિનો સામનો તમે ત્યારે જ કરી શકશો જ્યારે તમે એને સ્પષ્ટપણે સમજી શકશો. આ નાણાકીય અને રોકાણો માટે સકારાત્મક સમય છે.
કારકિર્દી ટિપ : નોકરી કે વ્યવસાયમાં જો તમે જવાબદાર પોઝિશન પર હો તો કોઈ પણ પ્રકારના આવેગમાં આવીને નિર્ણય ન લેવા. તમે જેમના પર વધુ વિશ્વાસ કરો છો તેમનું
ધ્યાન રાખજો.
જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)
વ્યક્તિગત લક્ષ્યો પ્રમાણમાં સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. લક્ષ્ય માટે કામ કરતી વખતે આશાવાદી દૃષ્ટિકોણ જાળવી રાખો. પરિવાર અને નજીકના મિત્રો માટે સમય કાઢો.
કારકિર્દી ટિપ : ઈ-મેઇલ અને સંદેશાઓથી ખૂબ કાળજી રાખજો, કારણ કે એક ખોટો શબ્દ મોટી સમસ્યા ઊભી કરી શકે છે. જેઓ ઘરેથી કામ કરે છે તેમનો સમય અત્યારે સકારાત્મક છે.
કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)
જો તમને અસ્વસ્થતા લાગે અથવા તો કંઈક ખોટું થઈ રહ્યું હોય એવું લાગે તો તમારી ઇચ્છા વિરુદ્ધ કંઈ ન કરો. તમારી પાસે કોઈ લક્ષ્ય હોય જે તમે પ્રાપ્ત કરવા માગો છો તો એના પર તરત કામ શરૂ કરો.
કારકિર્દી ટિપ : નવી નોકરી અથવા વ્યવસાય શરૂ કરનારાઓએ મજબૂત પાયો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)
મિત્રતા અથવા સંબંધમાં પડકારોમાંથી પસાર થઈ રહેલા લોકોએ પરિસ્થિતિને સંવેદનશીલ રીતે હૅન્ડલ કરવાની જરૂર છે. ખાતરી કરો કે તમે ખોટા નિષ્કર્ષ પર ન પહોંચો.
કારકિર્દી ટિપ : ઑફિસમાં કોઈ પણ પ્રકારના રાજકારણમાં પડવાનું ટાળજો. સાથીદારો સાથે સૌહાર્દપૂર્ણ સમીકરણ જાળવો. કોઈ પણ આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટને કાળજીપૂર્વક હૅન્ડલ કરો.
વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)
કોઈ પણ પરિસ્થિતિનો સામનો એવી રીતે કરો જેથી એ તમારા માટે શ્રેષ્ઠ પરિણામ આપે. સ્વરોજગાર ધરાવતા વ્યવસાયીઓએ તેમના વ્યવસાયમાં નાના-મોટા બદલાવ કરવાની જરૂર પડી શકે છે.
કારકિર્દી ટિપ : તમારો જ કોઈ સાથી તમારા પ્રોજેક્ટની વાટ ન લગાડી દે એ માટે ધ્યાન રાખો. તમામ સૂચનાઓ, ડેટા અને પરિબળોને ડબલ ચેક કરો.
લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)
તકનો મહત્તમ ઉપયોગ કરો અને જો તમે ખૂબ વ્યસ્ત હો તો પણ જીવનમાં જરૂરી સંતુલન કેળવવું જરૂરી છે. કોઈ પણ કૌટુંબિક સમસ્યાને તાત્કાલિક સંભાળો.
કારકિર્દી ટિપ : કોઈ પણ સેમિનાર અથવા તાલીમનો લાભ લો જેમાં તમે હાજરી આપી શકો એમ છો. જેમના બૉસ અથવા વરિષ્ઠ લોકો મુશ્કેલ હોય તેમણે તેમની સાથે દલીલ કરવાનું ટાળવું જોઈએ.
સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)
અન્ય લોકો પાસેથી તમારી અપેક્ષાઓ વાસ્તવિક અને પરિસ્થિતિઓને અનુરૂપ રાખો. કોઈ પણ કૌટુંબિક નાણાકીય અને રોકાણોને વધારાની કાળજી સાથે સંભાળો.
કારકિર્દી ટિપ : જે કમિટમેન્ટ તમે પૂરું કરી શકવાના નથી એવું વચન કોઈ ક્લાયન્ટને આપતાં પહેલાં તમારા બૉસ સાથે બે વાર તપાસ કરો. નવી નોકરી શોધી રહેલા લોકો માટે આ એક સકારાત્મક સમય છે.
સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)
ભૂતકાળને જવા દો અને જૂના અનુભવોના આધારે નિર્ણયો ન લો. તમે ખરેખર શું ઇચ્છો છો એના પર ધ્યાન કેન્દ્રિત કરો અને સખત મહેનત કરવામાં ડરશો નહીં.
કારકિર્દી ટિપ : બોલતાં પહેલાં વિચારો અને કોઈને પણ સલાહ ન આપો, ભલે તમે સાચા હો. કામ પર ભાવનાત્મક ગૂંચવણો ટાળો.
કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)
જો કોઈ પરિસ્થિતિમાં તમને કોઈ આદત બદલવાની જરૂર હોય અથવા તમે પડકારોનો સામનો કેવી રીતે કરો છો એ બદલવાની જરૂર હોય તો નાહક જિદ્દી ન બનો. વધુ પડતું વિચારવાનું ટાળો અને જે કરવાની જરૂર છે એ કરો.
કારકિર્દી ટિપ : કોઈ પ્રોજેક્ટ તમારી અપેક્ષા કરતાં ઝડપથી આગળ વધી શકે છે. એ માટે ફોકસ રાખવાની જરૂર પડશે. નેટવર્કિંગ કરતી વખતે તમે શું કહો છો એની કાળજી રાખો.
ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)
કોઈ પણ પડકારનો ઉકેલ લાવવા માટે તમારી સર્જનાત્મકતાનો ઉપયોગ કરો. કોઈ પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલાં લાંબા ગાળાનાં પરિણામ જુઓ.
કારકિર્દી ટિપ : કોઈ પણ કાગળકામનો ઢગલો શરૂ થાય એ પહેલાં જ એને પૂરું કરી દો. સ્વરોજગાર ધરાવતા ઉદ્યોગપતિઓ માટે આ એક સકારાત્મક સમય છે જેઓ તેમના વ્યવસાયને વિસ્તૃત કરવા માગે છે.
પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)
જો તમને કોઈ તક મળી હોય તો એના પર ફોકસ કરો. પૂરતો વિચાર કરો, પરંતુ વધુપડતું વિચારશો તો કોઈ પગલાં નહીં લઈ શકો. જે લાંબા ગાળે નુકસાન કરશે. સિંગલ લોકો માટે આ એક સકારાત્મક સમય છે.
કારકિર્દી ટિપ : મોટી સંસ્થામાં કામ કરતા લોકોએ સામાન્ય ઑફિસ સંસ્કૃતિ સાથે કામ કરવાની જરૂર છે. કોઈ પણ કારકિર્દીનો નિર્ણય લેતાં પહેલાં ખૂબ કાળજીપૂર્વક વિચારો.
જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ છે
તમારી અંતઃપ્રેરણા અને સપનાં સાંભળો, પરંતુ એને વાસ્તવિકતા બનાવવા માટે જરૂરી કાર્ય કરો. આ એક નવું કૌશલ્ય શીખવા અથવા તમારી પાસે પહેલેથી જ રહેલી કુશળતાને અપગ્રેડ કરવાનો સારો સમય છે. સંબંધો તમારા જીવનનો એક મહત્ત્વપૂર્ણ મુદ્દો હોઈ શકે છે અને તમારે વાતચીત ચાલુ રાખવા માટે વધારાના પ્રયાસ કરવાની જરૂર પડશે. જરૂર પડે ત્યારે તમારાં જોડાણો અને વ્યાવસાયિક નેટવર્કનો ઉપયોગ કરો, પરંતુ કોઈ પણ બિનજરૂરી ઉપકાર માગવાનું ટાળો.
મિત્ર તરીકે કેવા હોય કૅપ્રિકૉન?
કૅપ્રિકૉન રાશિના લોકો મિત્રતાને ખૂબ ગંભીરતાથી લે છે અને જેમને તેઓ પોતાના મિત્ર માને છે તેમની સંભાળ રાખવા કરતાં વધુ સારું કંઈ તેમને પસંદ નથી. તેઓ એવા વિશ્વસનીય વ્યક્તિ છે જેની પાસે સમસ્યાના કિસ્સામાં દરેક વ્યક્તિ વળે છે. તેઓ પોતાની જાત પાસેથી ઊંચી અપેક્ષા રાખે છે અને તેમના મિત્રો પાસેથી પણ એવી જ અપેક્ષા રાખે છે છતાં મકર રાશિના લોકો સંયમિત હોઈ શકે છે અને તેમની વાસ્તવિક લાગણીઓ ખૂબ સરળતાથી બતાવી શકતા નથી.


