બિકાનેરમાં એ માટે છેલ્લાં ત્રણ વર્ષથી મુદ્રા મહોત્સવ યોજાય છે
ટોચના ૫૪ મુદ્રા કલેક્ટર્સે અહીં ભાગ લીધો છે જેઓ તેમના કલેક્શનને રજૂ કરી રહ્યા છે
જૂની, ભુલાઈ ગયેલી અને માર્કેટમાંથી લુપ્ત થઈ ગયેલી કરન્સી હોય કે સિક્કા એની કિંમત જેમ-જેમ સમય જાય એમ વધતી જ જાય છે. જોકે ઇતિહાસનાં પાનાંમાં ખોવાયેલી આ ભારતીય મુદ્રાઓ ક્યાંથી ખરીદવી? એ સાચી હશે કે ખોટી? એની અસલી કિંમત શું? એવા સવાલ અનેકને થતા હોય છે. બિકાનેરમાં એ માટે છેલ્લાં ત્રણ વર્ષથી મુદ્રા મહોત્સવ યોજાય છે. આ મહોત્સવની ખાસિયત છે કે અહીં ભારતીય નોટો અને સિક્કાઓના ઇતિહાસના જાણકારો અને સંગ્રહકારો એકત્રિત થાય છે અને એમાં ભારતના દરેક રાજવી સંસ્કૃતિની ખાસિયત સમાન પૌરાણિક સિક્કાઓ જોવા મળી જાય છે. દેશભરમાંથી ટોચના ૫૪ મુદ્રા કલેક્ટર્સે અહીં ભાગ લીધો છે જેઓ તેમના કલેક્શનને રજૂ કરી રહ્યા છે. અહીં માત્ર ચીજો જ નહીં, ઐતિહાસિક દસ્તાવેજો ગણાય એવી ચીજો પણ પ્રદર્શન માટે મૂકવામાં આવી છે. આવા મહોત્સવો કંઈક અમૂલ્ય ચીજ ખરીદવા માટે તો હોય જ છે, પણ અહીં તમે મુદ્રાના ખજાનાના ઇતિહાસની અજીબોગરીબ સ્તુઓ વિશે પણ જાણી શકો છો.


