૧ જૂને ઝિમ્બાબ્વેમાં વિગ્ને કપ દરમ્યાન ઓલ્ડ હરારિયન્સ માટે રમતા ૩૯ વર્ષના સિકંદર સામે હરીફ ટીમ રેઇનબો ક્રિકેટ ક્લબના કોચ બ્લેસિંગ માફુવાએ અપમાનજનક કમેન્ટ કરી હતી.
સિકંદર રઝા
પાકિસ્તાનના પંજાબમાં જન્મેલા ઝિમ્બાબ્વેના T20 કૅપ્ટન સિકંદર રઝાએ સ્થાનિક કોચ સામે રંગભેદને લગતા દુર્વ્યવહારની ફરિયાદ નોંધાવી છે. સ્ટાર ઑલરાઉન્ડરે હરારે મેટ્રોપૉલિટન ક્રિકેટ અસોસિએશનમાં બ્લેસિંગ માફુવા વિરુદ્ધ આરોપ લગાવતાં આ સ્થાનિક કોચને સસ્પેન્ડ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. ૧ જૂને ઝિમ્બાબ્વેમાં વિગ્ને કપ દરમ્યાન ઓલ્ડ હરારિયન્સ માટે રમતા ૩૯ વર્ષના સિકંદર સામે હરીફ ટીમ રેઇનબો ક્રિકેટ ક્લબના કોચ બ્લેસિંગ માફુવાએ અપમાનજનક કમેન્ટ કરી હતી.
સિકંદરે કહ્યું હતું, ‘આ મામલાની સંપૂર્ણ તપાસની અપેક્ષા રાખું છું. અધિકારીઓ દ્વારા એક મજબૂત ઉદાહરણ સ્થાપિત કરવામાં આવે જેથી ઝિમ્બાબ્વે ક્રિકેટમાં કોઈ પણ પ્લેયરને રંગ-આધારિત અને ભેદભાવપૂર્ણ કમેન્ટનો સામનો ન કરવો પડે. જો તે દોષી ઠરે છે તો તેને એક ઉદાહરણ બનાવવું જોઈએ જેથી આવી ઘટનાઓ આ અને ભવિષ્યની પેઢીઓ સાથે ફરી ક્યારેય ન બને.’

