ભારતના ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલે છેક સાતમી ટેસ્ટ-મૅચમાં પહેલી વખત ટૉસ જીત્યો હતો. વેસ્ટ ઇન્ડીઝના કૅપ્ટન રૉસ્ટન ચેસે ટૉસ સમયે હેડ્સ કહ્યું, પણ સિક્કા પર ટેલ્સ આવતાં શુભમન ગિલને પહેલાં બેટિંગ પસંદ કરવાની તક મળી હતી.
શુભમન ગિલ (ફાઈલ તસવીર)
ભારતના ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલે છેક સાતમી ટેસ્ટ-મૅચમાં પહેલી વખત ટૉસ જીત્યો હતો. વેસ્ટ ઇન્ડીઝના કૅપ્ટન રૉસ્ટન ચેસે ટૉસ સમયે હેડ્સ કહ્યું, પણ સિક્કા પર ટેલ્સ આવતાં શુભમન ગિલને પહેલાં બેટિંગ પસંદ કરવાની તક મળી હતી. સતત ૬ ટેસ્ટ-મૅચમાં ટૉસ હારનાર શુભમન ગિલની આ સફળતા પર હેડ કોચ ગૌતમ ગંભીર સહિત સાથી પ્લેયર્સે મજા લીધી હતી. ટૉસ બાદ મેદાન પર જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજા તેની મશ્કરી કરતા અને શુભેચ્છા પાઠવતાં જોવા મળ્યા હતા.


