IPLમાં ઝળકેલા અભિષેક શર્મા, રિયાન પરાગ, નીતીશ રેડ્ડી, તુષાર દેશપાંડે પહેલવહેલી વાર ભારતીય ટીમમાં
શુભમન ગિલ
પાંચ T20 મૅચ માટેના ભારતીય ટીમના ઝિમ્બાબ્વે પ્રવાસમાં શુભમન ગિલને કૅપ્ટન બનાવવામાં આવ્યો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ઝળકેલા અભિષેક શર્મા, નીતીશ રેડ્ડી, રિયાન પરાગ અને તુષાર દેશપાંડેનો પણ આ પ્રવાસ માટે પહેલી વાર ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટસિરીઝમાં ત્રણ ટેસ્ટ રમેલા વિકેટકીપર-બૅટર ધ્રુવ જુરેલને પહેલી વાર ભારતની T20 ટીમમાં લેવામાં આવ્યો છે. T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં સામેલ યશસ્વી જાયસવાલ અને સંજુ સૅમસન પણ ઝિમ્બાબ્વે જનારી ટીમમાં છે.
આ ટીમમાં ઋતુરાજ ગાયકવાડ, રિન્કુ સિંહ, ખલીલ અહમદ, અવેશ ખાન, વૉશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ અને મુકેશ કુમાર પણ છે. ઝિમ્બાબ્વે સામે હરારેમાં ૬ જુલાઈથી ૧૪ જુલાઈ સુધી પાંચ T20 મૅચ રમાશે.

