શ્રેયસ ઐયરે એક અનોખો રેકૉર્ડ પોતાને નામે કર્યો છે. તે ત્રણ ટીમને પ્લેઑફમાં પહોંચાડનાર પહેલો કૅપ્ટન બન્યો છે.
આંગળીઓમાં ઇન્જરીને કારણે રાજસ્થાન રૉયલ્સ સામેની મૅચમાં બીજી ઇનિંગ્સમાં મેદાનની બહાર રહ્યો હતો શ્રેયસ ઐયર.
રવિવારે દિલ્હી કૅપિટલ્સ સામે ગુજરાત ટાઇટન્સે જીત મેળવીને પૉઇન્ટ્સ ટેબલમાં નંબર વન બનતાં જ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ અને પંજાબ કિંગ્સની ટીમ પણ પ્લેઑફ માટે ક્વૉલિફાય થઈ હતી. આ સાથે જ મુંબઈમાં જન્મેલા ૩૦ વર્ષના સ્ટાર બૅટર શ્રેયસ ઐયરે એક અનોખો રેકૉર્ડ પોતાને નામે કર્યો છે. તે ત્રણ ટીમને પ્લેઑફમાં પહોંચાડનાર પહેલો કૅપ્ટન બન્યો છે.
તેણે દિલ્હી કૅપિટલ્સ (૨૦૧૯ અને ૨૦૨૦), કોલકાતા નાઇટ રાઇડર્સ (૨૦૨૪) અને હવે પંજાબ કિંગ્સ (૨૦૨૫)ને પ્લેઑફમાં એન્ટ્રી અપાવી છે. ૨૦૨૦માં દિલ્હીને પહેલી વાર IPL ફાઇનલમાં પહોંચાડનાર અને ગયા વર્ષે કલકત્તાને ૧૦ વર્ષ બાદ ટ્રોફી અપાવનાર ઐયરે પંજાબ કિંગ્સને ૧૧ વર્ષ બાદ પ્લેઑફમાં પહોંચાડી છે. આ પહેલાં ૨૦૦૮માં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ અને ૨૦૧૪માં ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ક્રિકેટર જ્યૉર્જ બેઇલીના નેતૃત્વમાં પંજાબ ગ્રુપ-સ્ટેજમાં સફળ રહીને પ્લેઑફ માટે ક્વૉલિફાય કરી શક્યું હતું.
ADVERTISEMENT


