ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંજય બાંગરનો દીકરો આર્યન સેક્સ-ચેન્જ કરીને અનાયા બાંગર બન્યા બાદ ચર્ચામાં છે. તે ભારતીય વિકેટકીપર-બૅટર સરફરાઝ ખાનની ફૅમિલીની નજીકની મિત્ર છે. તેણે હાલમાં સરફરાઝ ખાનના ઘરે ડિનર કર્યા બાદ તેની ફૅમિલી સાથે યાદગાર ફોટો શૅર કર્યા.
અનાયા બાંગર અને સરફરાઝ ખાનની ફૅમિલી
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંજય બાંગરનો દીકરો આર્યન સેક્સ-ચેન્જ કરીને અનાયા બાંગર બન્યા બાદ ભારે ચર્ચામાં છે. તે ભારતીય વિકેટકીપર-બૅટર સરફરાઝ ખાનની ફૅમિલીની નજીકની મિત્ર પણ છે. તેણે હાલમાં સરફરાઝ ખાનના ઘરે ડિનર કર્યા બાદ તેની ફૅમિલી સાથેના યાદગાર ફોટો શૅર કર્યા હતા. તેણે સરફરાઝ ખાન અને તેના ભાઈઓ સાથેનો જૂનો ફોટો પણ શૅર કર્યો હતો જેમાં તેઓ વર્ષો પહેલાં મુંબઈના એક ક્રિકેટ-મેદાન પર જોવા મળી રહ્યા હતા.
View this post on Instagram
ADVERTISEMENT
IPLના મેગા ઑક્શનમાં અનસોલ્ડ રહેલા સરફરાઝ ખાનના જણાવ્યા અનુસાર તેઓ ઑલમોસ્ટ બેથી ૩ વર્ષ બાદ તેમના આ જૂના મિત્રને મળ્યા હતા.

