ચેન્નઈમાં જન્મેલા ભારતીય સ્પિનર સાઈ કિશોરે પોતાની ડિજિટલ લાઇફ વિશે રસપ્રદ ખુલાસો કર્યો છે. IPL કરીઅરના શરૂઆતના દિવસોમાં અનુભવી ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની સાથે રહેવાથી તેનો મોબાઇલ અને સોશ્યલ મીડિયા પ્રત્યેનો અભિગમ બદલાયો હતો.
સાઈ કિશોરને ધોની પાસેથી પ્રેરણા મળી મોબાઇલથી દૂર રહેવાની
ચેન્નઈમાં જન્મેલા ભારતીય સ્પિનર સાઈ કિશોરે પોતાની ડિજિટલ લાઇફ વિશે રસપ્રદ ખુલાસો કર્યો છે. IPL કરીઅરના શરૂઆતના દિવસોમાં અનુભવી ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની સાથે રહેવાથી તેનો મોબાઇલ અને સોશ્યલ મીડિયા પ્રત્યેનો અભિગમ બદલાયો હતો. ૨૦૨૦માં ચેન્નઈ સુપર કિંગ્સે તેને ૨૦ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો, પણ રમવાની તક મળી નહોતી.
એ સમયમાં ધોની સાથેનો અનુભવ શૅર કરતાં સાઈ કિશોર કહે છે, ‘હું ધોની પાસેથી આ વિશે ઘણું શીખ્યો. તે ક્યારેય પોતાના કૉલ્સ ઉપાડતો નથી. તે પોતાનો મોબાઇલ હોટેલની રૂમમાં મૂકીને મૅચ માટે આવે છે. તે મોબાઇલથી ખૂબ જ દૂર રહેતો. આનાથી મને પ્રેરણા મળી, કારણ કે હું મારી જાતને પૂછતો કે શું સોશ્યલ મીડિયા સાથે જોડાયેલા રહેવું જરૂરી છે? તેથી તેને જોઈને મને પ્રેરણા મળી. ઘણા ક્રિકેટર્સ ફૅન્સ સાથે જોડાયેલા રહેવા અને આવક મેળવવા માટે સોશ્યલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે, પરંતુ ધોનીના કિસ્સામાં આવું ભાગ્યે જ જોવા મળ્યું છે.


