° °

આજનું ઇ-પેપર
Sunday, 28 November, 2021


રોહિતના ટૉસની હૅટ-ટ્રિક, ભારતની ૩-૦થી ક્લીન સ્વીપ

22 November, 2021 03:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ટીમ ઇન્ડિયાએ સતત બીજી વાર ન્યુ ઝીલૅન્ડનો કર્યો વાઇટવૉશ

વેન્કટેશ ઐયરે ૧૫ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે ૨૦ રનનું યોગદાન આપ્યું હતું.  પી.ટી.આઇ.

વેન્કટેશ ઐયરે ૧૫ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે ૨૦ રનનું યોગદાન આપ્યું હતું. પી.ટી.આઇ.

ભારતે ગઈ કાલે કલકત્તાના ઈડન ગાર્ડનમાં ન્યુ ઝીલૅન્ડને સતત ત્રીજી અને આખરી ટી૨૦માં હરાવીને એનો ૩-૦થી વાઇટવૉશ કરી નાખ્યો હતો. ૨૦૧૯-’૨૦માં ભારતે કિવીલૅન્ડ પર જઈને તેમનો ૫-૦થી વાઇટવૉશ કર્યો હતો,  ત્યાર બાદ તેમની સામે આ સતત બીજી ક્લીન સ્વીપ છે.
રોહિત શર્માએ સત્તાવાર રીતે ટી૨૦નો સુકાની બન્યા બાદ લાગલગાટ પહેલી ત્રણ ટી૨૦માં ટૉસ જીત્યા પછી ત્રણેય મૅચ જીતીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. નવા કૅપ્ટન રોહિત અને નવા હેડ-કોચ રાહુલ દ્રવિડની જોડીઅે ન્યુ-લુક ટીમ સાથે મળીને બહુ સારી શરૂઆત કરી છે.
ભારતે ગઈ કાલે ૭ વિકેટે ૧૮૪ રન બનાવ્યા ત્યાર બાદ ન્યુ ઝીલૅન્ડની ટીમ ૧૧૧ રનમાં ઑલઆઉટ થઈ જતાં ભારતનો ૭૩ રનથી શાનદાર વિજય થયો હતો. એ સાથે ભારતે તાજેતરના ટી૨૦ વર્લ્ડ કપની ૩૧ ઑક્ટોબરે થયેલી હારનો બહુ સારો બદલો લઈ લીધો છે. માર્ટિન ગપ્ટિલના ૫૧ રન પાણીમાં ગયા હતા.
રાહુલ-અશ્વિનના સ્થાને ઈશાન-ચહલ
એ પહેલાં રોહિત શર્માએ ટૉસ જીતીને બૅટિંગ લીધી હતી. કે. એલ. રાહુલ અને આર. અશ્વિન ન્યુ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝમાં પણ રમવાના હોવાથી તેમને આરામ આપીને તેમના સ્થાને ઈશાન કિશન તથા યુઝવેન્દ્ર ચહલને ઇલેવનમાં સમાવ્યા હતા. ન્યુ ઝીલૅન્ડના ટીમ મૅનેજમેન્ટે વર્કલોડ મૅનેજમેન્ટ પ્રોગ્રામના ભાગરૂપે કાર્યવાહક કૅપ્ટન ટિમ સાઉધીને આરામ આપીને તેના સ્થાને મિચલ સૅન્ટનરને કૅપ્ટન્સી સોંપી હતી. સાઉધીના સ્થાને લૉકી ફર્ગ્યુસનને ટીમમાં સમાવવામાં આવ્યો હતો.
રોહિત-ઈશાનની ૬૯ની ભાગીદારી
બૅટિંગ લીધા પછી રોહિત શર્મા (૫૬ રન, ૩૧ બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર)એ ફરી એક વાર પોતાના અપ્રતિમ ફૉર્મનું પ્રદર્શન કરીને જીતનો પાયો નાખી આપતી બૅટિંગ કરી હતી. ટીમમાં બીજા કોઈનું એટલું મોટું યોગદાન નહોતું છતાં ભારતે ૭ વિકેટે ૧૮૭ રનનો તોતિંગ સ્કોર નોંધાવ્યો હતો. રોહિત અને ઈશાન કિશન (૨૯ રન, ૨૧ બૉલ, છ ફોર) વચ્ચે ૬૯ રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી, જે કિવીઓને ફરી નમાવવાની શરૂઆત કરવા માટે પૂરતી હતી. તેમણે પાવર-પ્લેની ઓવર્સનો સારો લાભ ઉઠાવ્યો હતો.
લૉઅર ઑર્ડરમાં સારા રન બન્યા
ઈશાન સાતમી ઓવરમાં આઉટ થયા બાદ સૂર્યકુમાર યાદવ (૦) અને રિષભ પંત (૪) લાંબું નહોતા ટક્યા, પરંતુ શ્રેયસ ઐયર (૨૦ બૉલમાં બે ફોર સહિત પચીસ રન), વેન્કટેશ ઐયર (૧૫ બૉલમાં એક સિક્સર, એક ફોર સહિત ૨૦ રન), બીજા મુકાબલાના મૅન ઑફ ધ મૅચ હર્ષલ પટેલ (૧૧ બૉલમાં એક સિક્સર, બે ફોર સહિત ૧૮ રન) તેમ જ દીપક ચાહર (૮ બૉલમાં એક સિક્સર, બે ફોર સહિત અણનમ ૨૧)નાં યોગદાનથી ટીમનો સ્કોર ૧૮૦-પ્લસ થઈ શક્યો હતો.
કાર્યવાહક કૅપ્ટનને ત્રણ વિકેટ મળી
કિવીઓના કાર્યવાહક કૅપ્ટન મિચલ સૅન્ટનરને ત્રણ તેમ જ ટ્રેન્ટ બોલ્ટ, ઍડમ મિલ્ન, લૉકી ફર્ગ્યુસન અને ઈશ સોઢીને એક-એક વિકેટ મળી હતી.
હવે બે ટેસ્ટ રમાશે
ભારત-ન્યુ ઝીલૅન્ડ વચ્ચે હવે પચીસમી નવેમ્બરથી બે ટેસ્ટ-મૅચની સિરીઝ રમાશે. પ્રથમ ટેસ્ટ કાનપુરમાં અને ૩ ડિસેમ્બરથી બીજી ટેસ્ટ મુંબઈના વાનખેડેમાં રમાશે.

ગઈ કાલે ભારતીય ટી૨૦ કૅપ્ટન ​રોહિત શર્મોએ ૫૬ રન બનાવીને હાઈએસ્ટ સ્કોરર રહ્યો હતો.

22 November, 2021 03:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

News in short: સિંધુ સેમીમાં ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન સામે હારી ગઈ

સિંધુનો ૨૧-૧૫, ૯-૨૧, ૧૪-૨૧થી પરાજય થયો હતો.

28 November, 2021 03:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

અક્ષરે બાજી અપાવી : હવે બૅટર્સની કસોટી

સાધારણ ટાર્ગેટ ન્યુ ઝીલૅન્ડ સામે ભારતને જિતાડી શકે ઃ કિવીઓએ ગઈ કાલે છેલ્લી ૯ વિકેટ માત્ર ૯૯ રનમાં ગુમાવી

28 November, 2021 03:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

સહાની ઈજા બાદ વિકેટકીપર ભરતના ત્રણ લાજવાબ શિકાર

ગઈ કાલે ભરતે કાનપુરમાં ન્યુ ઝીલૅન્ડ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

28 November, 2021 03:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK