દુલ્હને કહ્યું કે યે તો મોમેન્ટ હો ગયા
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
રોહિત શર્મા સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝ માટે મુંબઈ ક્રિકેટ અસોસિએશનના જિમમાં બરાબર પરસેવો પાડી રહ્યો છે. આ દરમ્યાન રોહિત શર્માની એક મજાક-મશ્કરીનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. વર્કઆઉટ સેશન દરમ્યાન રોહિતે જોયું કે બહાર એક કપલ તેમનાં લગ્નનું ફોટોશૂટ કરાવી રહ્યું છે. ત્યાર બાદ તેણે બારીમાંથી સ્પીકર્સ પર ‘મેરે યાર કી શાદી હૈ’ ગીત વગાડ્યું અને નાચ્યો હતો.
આ જોઈને કપલ આશ્ચર્યચકિત થઈ ગયું હતું. દુલ્હને કહ્યું કે યે તો મોમેન્ટ હો ગયા. વેડિંગ-શૂટમાં બનેલી આ ઘટના એ કપલને જીવનભર યાદ રહેશે. દુલ્હો રોહિત શર્મા સામે હાથ જોડીને ખુશ થતો જોવા મળ્યો હતો. અંતે રોહિત શર્માએ હાથ ઊંચો કરીને શુભેચ્છા પણ પાઠવી હતી.


