હરભજન સિંહે ભારતીય દિગ્ગજો વિશે કરી ભવિષ્યવાણી
રોહિત શર્મા અને વિરાટ કોહલી
ભારતના ભૂતપૂર્વ સ્પિનર હરભજન સિંહે ભારતીય દિગ્ગજ રોહિત શર્મા અને વિરાટ કોહલીના ભવિષ્ય વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ૪૪ વર્ષના આ ભારતીય દિગ્ગજે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘રોહિત વધુ બે વર્ષ સરળતાથી રમી શકે છે. તમે વિરાટ કોહલીની ફિટનેસની તુલના અન્ય કોઈ સાથે કરી શકતા નથી. તમે તેને પાંચ વર્ષ સુધી સરળતાથી રમતા જોઈ શકો છો. તે કદાચ ટીમનો સૌથી ફિટ ખેલાડી છે. તમે કોઈ પણ ૧૯ વર્ષના યુવકને વિરાટ સાથે સ્પર્ધા કરવા કહી શકો છો અને વિરાટ તેને હરાવી દેશે. તે ખૂબ જ ફિટ છે.’
હરભજનનું માનવું છે કે ૩૫ વર્ષનો વિરાટ અને ૩૭ વર્ષના રોહિતમાં હજી ઘણું ક્રિકેટ બાકી છે અને એ તેમના પર નિર્ભર છે કે તેઓ કેટલો સમય રમવા માગે છે.