૩૯ વર્ષનો આ કૉમેન્ટેટર કહે છે, પંજાબ કિંગ્સે ટુર્નામેન્ટની શરૂઆત શાનદાર રીતે કરી હતી. લીગ સ્ટેજના અંતમાં થોડી ગતિ ગુમાવી હતી
રૉબિન ઉથપ્પા
ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર-બૅટર રૉબિન ઉથપ્પાએ IPL 2025ની ફાઇનલને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. ૩૯ વર્ષનો આ કૉમેન્ટેટર કહે છે, ‘પંજાબ કિંગ્સે ટુર્નામેન્ટની શરૂઆત શાનદાર રીતે કરી હતી. લીગ સ્ટેજના અંતમાં થોડી ગતિ ગુમાવી હતી, પરંતુ પ્લે-ઑફ્સ પહેલાં જ ગતિ મેળવી લીધી છે. મને ખાતરી છે કે ફાઇનલ મૅચ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાશે.’
પંજાબના કૅપ્ટન શ્રેયસ ઐયર વિશે વાત કરતાં રૉબિન ઉથપ્પા કહે છે, ‘શ્રેયસ હંમેશાં એક મહાન કૅપ્ટન રહ્યો છે. કોલકાતા નાઇટ રાઇડર્સમાં તેના યોગદાન છતાં તેને હંમેશાં ઓછો આંકવામાં આવતો હતો. તે એવી ટીમમાં ગયો જેણે ઐતિહાસિક રીતે કંઈ ખાસ હાંસલ કર્યું નહોતું અને પછી તે એના માટે જીત્યો. આ ઘટના તેના નેતૃત્વ અને વિશ્વાસ વિશે ઘણું બધું કહે છે.’


