આગામી ૨૪ ડિસેમ્બરથી આયોજિત વન-ડે ફૉર્મેટની વિજય હઝારે ટ્રોફીમાં રિષભ પંત દિલ્હીની ટીમનું નેતૃત્વ કરશે. યંગ બૅટર આયુષ બદોનીને વાઇસ-કૅપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે.
ગઈ કાલે બૅન્ગલોરમાં વર્લ્ડ ટેનિસ લીગ (WTL)માં રમતો જોવા મળ્યો હતો રિષભ પંત.
આગામી ૨૪ ડિસેમ્બરથી આયોજિત વન-ડે ફૉર્મેટની વિજય હઝારે ટ્રોફીમાં રિષભ પંત દિલ્હીની ટીમનું નેતૃત્વ કરશે. યંગ બૅટર આયુષ બદોનીને વાઇસ-કૅપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. દિલ્હી પોતાની મોટા ભાગની ગ્રુપ-સ્ટેજ મૅચ બૅન્ગલોરમાં રમશે. વિરાટ કોહલી, ઇશાન્ત શર્મા, નવદીપ સૈની અને હર્ષિત રાણાએ પણ દિલ્હી માટે કેટલીક મૅચ રમવા માટે પોતાની ઉપલબ્ધતાની પુષ્ટિ કરી છે.


