રિષભ પંતે બૅન્ગલોરની એનસીએમાં યુવા ક્રિકેટરોને ક્રિકેટની ટિપ્સ આપી
રિષભ પંતે બૅન્ગલોરની એનસીએમાં યુવા ક્રિકેટરોને ક્રિકેટની ટિપ્સ આપી
વિકેટકીપર-બૅટર રિષભ પંત ગયા વર્ષે કાર-અકસ્માત થયા પછી ઘણા મહિનાઓ સુધી સારવાર હેઠળ રહ્યા બાદ હવે કાખઘોડી કે સ્ટિક જેવા કોઈ પણ સપોર્ટ વગર ચાલી શકે છે અને તેની રિકવરી ખૂબ ઝડપથી થઈ રહી છે. બે વખત તે દિલ્હીમાં આઇપીએલની મૅચ વખતે સ્ટેડિયમમાં પણ આવી ચૂક્યો છે. બે દિવસ પહેલાં તે બૅન્ગલોરમાં નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી (એનસીએ)માં હતો, જ્યાં તેણે અન્ડર-16 પ્લેયર્સના હાઈ પર્ફોર્મન્સ કૅમ્પમાં હાજરી આપીને તેમને ક્રિકેટ ક્ષેત્રમાંના પોતાના અનુભવો શૅર કર્યા હતા તેમ જ વિકેટકીપર અને બૅટિંગ વિશેનું માર્ગદર્શન આપ્યું હતું તેમ જ તેમને અથાક પરિશ્રમ કરવાની સલાહ પણ આપી હતી.પંત આઇપીએલમાં નથી રમી શક્યો અને હવે જૂન મહિનાની ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં પણ નહીં રમી શકે અને મોટા ભાગે ઑક્ટોબરના વન-ડે વર્લ્ડ કપમાં પણ રમે એની સંભાવના ઓછી છે.


