૭૩૯થી આગળ વધી ૮૦૧ રેટિંગ પૉઇન્ટ મેળવીને ICC ટેસ્ટ બૅટિંગ રૅન્કિંગ્સમાં કરીઅરના શ્રેષ્ઠ સાતમા સ્થાને પહોંચી ગયો છે.
રિષભ પંત
સ્ટાર ક્રિકેટર રિષભ પંત હવે ICC ટેસ્ટ-રૅન્કિંગ્સમાં ૮૦૦ રેટિંગ પૉઇન્ટ મેળવનાર પહેલો ભારતીય વિકેટકીપર બન્યો છે. ૭૩૯થી આગળ વધી ૮૦૧ રેટિંગ પૉઇન્ટ મેળવીને ICC ટેસ્ટ બૅટિંગ રૅન્કિંગ્સમાં કરીઅરના શ્રેષ્ઠ સાતમા સ્થાને પહોંચી ગયો છે. હેડિંગ્લી ટેસ્ટ-મૅચમાં બે સદી ફટકારતાં તેને એક સ્થાનનો ફાયદો થયો હતો.
સદી ફટકારનાર અન્ય બૅટર્સમાંથી કૅપ્ટન શુભમન ગિલ (૬૬૦ રેટિંગ પૉઇન્ટ)ને પાંચ સ્થાનનો ફાયદો મળતાં તે ૨૦મા ક્રમે છે, જ્યારે કે. એલ. રાહુલ (૫૭૯) ૧૦ સ્થાનની છલાંગ સાથે ૩૮મા ક્રમે છે. યશસ્વી જાયસવાલ (૮૫૧) ચોથા ક્રમે યથાવત્ છે. ઇંગ્લૅન્ડના શતકવીર ઑલી પોપ (૬૬૭)ને ૩ સ્થાનનો ફાયદો મળતાં ૧૯મા ક્રમે અને પ્લેયર ઑફ ધ મૅચ બેન ડકેટ (૭૮૭) પાંચ સ્થાનની છલાંગ સાથે આઠમા ક્રમે છે. ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (૯૦૭) ટેસ્ટ બોલિંગ રૅન્કિંગ્સમાં પહેલા ક્રમે જળવાઈ રહ્યો છે.
ADVERTISEMENT
252
એક ટેસ્ટ-મૅચમાં હાઇએસ્ટ આટલા રન ફટકારનાર ભારતીય વિકેટકીપર-બૅટર બન્યો છે રિષભ પંત.
પંતે જ્યારે પણ વિદેશમાં સદી ફટકારી છે ત્યારે ટેસ્ટ-મૅચ નથી જીત્યું ભારત
ભારતીય વિકેટકીપર રિષભ પંતે ટેસ્ટ-કરીઅરમાં ૮ સદી ફટકારી છે જેમાંથી ૬ સદી તેણે વિદેશમાં ફટકારી છે. જોકે જ્યારે પણ તેણે વિદેશમાં ટેસ્ટ-સદી ફટકારી છે ત્યારે ભારત ટેસ્ટ-મૅચ જીત્યું નથી. વર્ષ ૨૦૧૮, ૨૦૨૨ અને ૨૦૨૫માં ઇંગ્લૅન્ડ સામે, જ્યારે ૨૦૨૨માં સાઉથ આફ્રિકા સામે તેમની ધરતી પર પંતે સદી ફટકારી પણ ભારતને હાર મળી. જ્યારે વર્ષ ૨૦૧૯માં ઑસ્ટ્રેલિયા સામેની મૅચમાં તેની સદી છતાં મૅચ ડ્રૉ રહી હતી. ભારતમાં તેની બન્ને ટેસ્ટ-સદી દરમ્યાન ભારત જીત્યું છે જેમાં ૨૦૨૧માં અમદાવાદ-ટેસ્ટમાં ઇંગ્લૅન્ડ સામે અને ૨૦૨૪માં ચેન્નઈ-ટેસ્ટમાં બંગલાદેશ સામે જીત મળી હતી.
37
ઇંગ્લૅન્ડમાં ટેસ્ટ-ક્રિકેટમાં હાઇએસ્ટ આટલા શિકાર કરનાર ભારતીય વિકેટકીપર બન્યો રિષભ પંત, ધોની (૩૬ વાર)નો રેકૉર્ડ તોડ્યો.

