આ ટ્રેન્ડ ફૉલો કરવાના ચક્કરમાં રિન્કુ સિંહના નામે નવો વિવાદ ઊભો થયો છે. આ વિડિયો સામે કરણી સેનાએ લેખિત ફરિયાદ નોંધાવી છે. કરણી સેનાનો દાવો છે કે ‘આ વિડિયોમાં હિન્દુ દેવતાઓનું અપમાનજનક રીતે ચિત્રણ કરવામાં આવ્યું છે અને લોકોની લાગણીઓને ઠેસ પહોંચી છે.
રિન્કુ સિંહ હિન્દુ દેવતાઓ વિશેના એક ટ્રેન્ડને ફૉલો કરવાના ચક્કરમાં ફસાયો
સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર હાલમાં એક અંગ્રેજી સૉન્ગ ‘જસ્ટ અ બૉય’ વગાડી કાળાં ચશ્માં લગાડીને કારમાં સફર કરતા હિન્દુ દેવતાઓનો AI વિડિયો ભારે ટ્રેન્ડમાં છે. આ ટ્રેન્ડને ફૉલો કરીને સ્ટાર બૅટર રિન્કુ સિંહે ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કર્યો હતો. તેણે વિડિયોમાં પોતાના શાનદાર
ક્રિકેટ-શૉર્ટનો વિડિયો મૂકીને સવાલ લખ્યો હતો કે તુમ્હેં ક્રિકેટર કિસને બનાયા? અંતે તેણે હિન્દુ દેવતાઓનો AI વિડિયો મૂકીને લખ્યું હતું કે ઇન્હોંને. આ ટ્રેન્ડ ફૉલો કરવાના ચક્કરમાં રિન્કુ સિંહના નામે નવો વિવાદ ઊભો થયો છે. આ વિડિયો સામે કરણી સેનાએ લેખિત ફરિયાદ નોંધાવી છે. કરણી સેનાનો દાવો છે કે ‘આ વિડિયોમાં હિન્દુ દેવતાઓનું અપમાનજનક રીતે ચિત્રણ કરવામાં આવ્યું છે અને લોકોની લાગણીઓને ઠેસ પહોંચી છે. કોલકાતા નાઇટ રાઇડર્સના માલિક શાહરુખ ખાન સાથે રહીને રિન્કુની માનસિકતા પણ જેહાદી થઈ ગઈ છે.’ આ વિવાદને કારણે રિન્કુ સિંહે એ ટ્રેન્ડિંગ વિડિયો ડિલીટ કરવો પડ્યો હતો.


