ચૅમ્પિયન્સ ટ્રોફીમાં બંગલાદેશ સામે સેન્ચુરી કરનાર શુભમન ગિલ આજે પાકિસ્તાન સામે પણ શાનદાર પ્રદર્શન જાળવી રાખવાનો પ્રયાસ કરશે.
રિકી પૉન્ટિંગ, શુભમન ગિલ
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન રિકી પૉન્ટિંગે ભારતીય ઓપનર શુભમન ગિલની પ્રશંસા કરી છે. ભારતના વન-ડે ટીમના વાઇસ-કૅપ્ટન ગિલ વિશે વાત કરતાં તેણે કહ્યું કે ‘છેલ્લાં કેટલાંક વર્ષોમાં, ખાસ કરીને IPL સીઝન દરમ્યાન અમને એકબીજાને મળવાની તક મળી છે. મને તેનું વર્તન ગમે છે. તે ખૂબ જ પ્રેરિત વ્યક્તિ લાગે છે જે બૅટિંગ તેમ જ નેતૃત્વની દૃષ્ટિએ શ્રેષ્ઠ બનવા માગે છે. તે ખૂબ જ સારી વ્યક્તિ છે અને ભારતનો ભાવિ કૅપ્ટન છે. તે રમતમાં શું પ્રાપ્ત કરવા માગે છે એ વિશે ખૂબ જ પ્રેરિત છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી તે આંતરરાષ્ટ્રીય સ્તરે એક મહાન ખેલાડી રહ્યો છે. તે ટેસ્ટ-ક્રિકેટમાં વન-ડે જેવો દેખાવ કરી શક્યો નથી, પરંતુ છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં તેણે મર્યાદિત ઓવરની ક્રિકેટમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે.’
ચૅમ્પિયન્સ ટ્રોફીમાં બંગલાદેશ સામે સેન્ચુરી કરનાર શુભમન ગિલ આજે પાકિસ્તાન સામે પણ શાનદાર પ્રદર્શન જાળવી રાખવાનો પ્રયાસ કરશે. તેણે પાકિસ્તાન સામે ત્રણ વન-ડે મૅચ રમીને એક ફિફ્ટીની મદદથી ૮૪ રન કર્યા છે.


