Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > RCB Victory Watch Video: ઉજવણી હોય તો આવી હોય નહિંતર ન હોય, આંસુ, ખુશી અને ડાન્સ

RCB Victory Watch Video: ઉજવણી હોય તો આવી હોય નહિંતર ન હોય, આંસુ, ખુશી અને ડાન્સ

Published : 01 June, 2026 03:48 PM | Modified : 01 June, 2026 04:45 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અનુષ્કા શર્માએ પોતાના વ્હાલા વિરાટનો ડાન્સ કરતો વીડિયો શૂટ કર્યો, તેના ટી-શર્ટના રાઝ પણ ખૂલ્યા તો એક તરફ ઇન્સ્ટાગ્રામ પર પણ ઇમોશનલ પોસ્ટ મૂકી, વિરાટ કોહલી મન મુકીને નાચ્યો તો કુણાલ પંડ્યાએ દીકરા સાથે સરસ ક્ષણો ઉજવી, હાર્દિક પંડ્યાાના પ્રતિભાવની રાહ

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા - ઇન્સ્ટાગ્રામ

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા - ઇન્સ્ટાગ્રામ


રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ રવિવારે રમાયેલી રોમાંચક IPL ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવીને સતત બીજી વખત IPL ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. આ ઐતિહાસિક જીત બાદ બેંગલુરુના કેમ્પમાં સેલિબ્રેશનનો જોરદાર માહોલ જામ્યો હતો, જેના પડદા પાછળના (BTS) શાનદાર વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે.

ઢોલના તાલે ઝૂમ્યા વિરાટ અને કુણાલ



RCBએ સોશિયલ મીડિયા પર શેર કરેલા વીડિયોમાં ઓલરાઉન્ડર કુણાલ પંડ્યા હાથમાં IPL ટ્રોફી લઈને ઢોલના તાલે જોરદાર ઠુમકા લગાવતો જોવા મળ્યો હતો. થોડી જ વારમાં ટી-શર્ટ અને શોર્ટ્સ પહેરીને વિરાટ કોહલી પણ ત્યાં પહોંચી ગયો હતો અને કુણાલ સાથે ભાંગડા કરવા લાગ્યો હતો. બંને દિગ્ગજોને આ રીતે મસ્તીના મૂડમાં નાચતા જોઈને ચાહકો પણ ખુશખુશાલ થઈ ગયા છે.



અનુષ્કાએ પતિનો ડાન્સ વીડિયોમાં કેદ કર્યો

મેદાન પર વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માની ક્યૂટ કેમિસ્ટ્રીએ ફેન્સના દિલ જીતી લીધા હતા. ફાઇનલ જીત્યા બાદ ટીમ હોટલમાં યોજાયેલી આફ્ટર-પાર્ટીમાં પણ આ કપલનો રોમેન્ટિક અંદાજ જોવા મળ્યો હતો. બૂટ-કટ જીન્સમાં સજ્જ અનુષ્કા અને વિરાટ કોહલીએ ડાન્સ ફ્લોર પર સાથે મળીને જોરદાર મૂવ્સ દેખાડ્યા હતા. જ્યારે વિરાટ તેના સાથી ખેલાડીઓ સાથે મસ્તીમાં ડાન્સ કરી રહ્યો હતો, ત્યારે અનુષ્કાએ હસતાં-હસતાં પોતાના મોબાઇલમાં આ ખાસ પળોને કેદ કરી હતી.

સ્પેશિયલ ટી-શર્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યું

આ સેલિબ્રેશન દરમિયાન વિરાટ કોહલીએ એક ખાસ ટી-શર્ટ પહેર્યું હતું, જેના પર લખ્યું હતું: "One felt nice, we did it twice" (એક વાર સારું લાગ્યું, અમે બીજી વાર કરી બતાવ્યું). RCBની સતત બીજી જીતને સેલિબ્રેટ કરવા માટેનું આ ટી-શર્ટ સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રેન્ડ થઈ રહ્યું છે.

પાટીદાર ઢોલ પર બેસીને ઝૂમ્યો

ઉજવણી માત્ર ડાન્સ ફ્લોર પૂરતી સીમિત નહોતી. રજત પાટીદાર અને કુણાલ પંડ્યા હોટલના આંગણામાં વાગી રહેલા ભાંગડાના તાલે મન મૂકીને નાચ્યા હતા. બીજી ટ્રોફી જીત્યા બાદ કેપ્ટન રજત પાટીદાર તો એટલો ઉત્સાહમાં આવી ગયો હતો કે તે ઢોલ પર બેસીને ઝૂમવા લાગ્યો હતો.

કુણાલનો દીકરા સાથે ક્યૂટ અંદાજ

મેદાન પર પ્રેઝન્ટેશન સેરેમની પૂરી થયા બાદ કુણાલ પંડ્યા તેના નાના દીકરા સાથે રમતો જોવા મળ્યો. બંને બાપ-દીકરો મેદાન પર વેરાયેલા સેલિબ્રેશન પેપર (કોન્ફેટી) એકબીજા પર ફેંકીને રમતા જોવા મળ્યા. ફાઈનલની આ ક્યૂટ મોમેન્ટનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. જો કે હાર્દિક પંડ્યાની ચૂપકીદીની પણ લોકોએ નોંધી લીધી છે કે ભાઈની આ સફળતા પર હજી સુધી તેણે કોઈ જાહેર કોમેન્ટ કરી નથી.

જીત બાદ અનુષ્કા શર્માની ઈમોશનલ પોસ્ટ 

ગ્રાઉન્ડ પર મેચ પૂરી થતાં જ અનુષ્કા શર્મા ખૂબ જ ઈમોશનલ થઈ ગઈ હતી. સ્ટેડિયમમાં હાજર અનુષ્કાએ વિરાટ કોહલી અને તેની ટીમની આ મોટી જીત પર જોરદાર ઉત્સાહ વધાર્યો હતો. આ સેલિબ્રેશન વચ્ચે અનુષ્કાએ વિરાટ કોહલી સાથેનો એક અત્યંત રોમેન્ટિક ફોટો પણ શેર કર્યો છે, જેમાં તે હાથમાં IPL ટ્રોફી પકડીને ઉભેલા વિરાટના માથા (કપાળ) પર કિસ કરતી જોવા મળી રહી છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

અનુષ્કાએ આ ઐતિહાસિક ક્ષણનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને કેપ્શનમાં લખ્યું: "બેક ટુ બેક!!! ચેમ્પિયન્સ!!! આ શાનદાર જીત માટે આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને મારા પ્રેમ વિરાટ કોહલી પર મને ગર્વ છે!" સોશિયલ મીડિયા પર ફેન્સ આ તસવીર પર મન મૂકીને લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે.

બાયોકોન લિમિટેડના ફાઉન્ડર કિરણ મઝુમદાર-શો દ્વારા શેર કરવામાં આવેલા એક વીડિયોમાં વિરાટ અને અનુષ્કા સ્ટેડિયમમાં હાજર તમામ ચાહકોનો હાથ જોડીને આભાર માનતા જોવા મળ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

01 June, 2026 04:45 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK