Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કૌન બનેગા કરોડપતિની નવી સીઝનનું શૂટિંગ શરૂ કરતાં પહેલાં અમિતાભ બચ્ચને માન્યો ચાહકોનો આભાર

કૌન બનેગા કરોડપતિની નવી સીઝનનું શૂટિંગ શરૂ કરતાં પહેલાં અમિતાભ બચ્ચને માન્યો ચાહકોનો આભાર

Published : 04 August, 2026 12:43 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

`કૌન બનેગા કરોડપતિ`ની 18મી સીઝનનું શૂટિંગ શરૂ કરતાં પહેલાં અમિતાભ બચ્ચને પોતાના બ્લૉગ દ્વારા ચાહકોના પ્રેમ, પ્રાર્થનાઓ અને વર્ષોથી મળતા સમર્થન બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન


૮૩ વર્ષના અમિતાભ બચ્ચને ‘કૌન બનેગા કરોડપતિ’ની નવી ૧૮મી સીઝનનું શૂટિંગ શરૂ કર્યું છે. અમિતાભ બીજી ઑગસ્ટને પોતાના જીવનનો ‘પુનર્જન્મ દિવસ’ માને છે. અમિતાભે હવે ‘કૌન બનેગા કરોડપતિ’ની નવી સીઝનનું શૂટિંગ શરૂ કર્યું છે અને એ પહેલાં બીજી ઑગસ્ટે જ તેમણે પોતાના બ્લૉગ પર ઇમોશનલ નોંધ લખીને વર્ષોથી મળતાં પ્રેમ, પ્રાર્થનાઓ અને અવિરત સમર્થન બદલ ચાહકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. પોતાના બ્લૉગમાં અમિતાભે લખ્યું હતું કે ‘‘કૌન બનેગા કરોડપતિ’ના પ્રથમ દિવસના શૂટિંગનો સમય આવી ગયો છે. તેથી હું આપ સૌના આશીર્વાદ અને સ્નેહ સાથે વધુ એક પડકારનો સામનો કરવા જઈ રહ્યો છું. ફોન અને અન્ય માધ્યમોથી મળેલા આપ સૌના પ્રેમભર્યા શબ્દો માટે હું નમ્રતાપૂર્વક આભારી છું. દરેકને વ્યક્તિગત રીતે જવાબ આપવો મુશ્કેલ છે, તેથી અહીં સૌનો એકસાથે આભાર વ્યક્ત કરું છું. આપના સ્નેહની કોઈ સીમા નથી.’


Whatsapp-channel Whatsapp-channel

04 August, 2026 12:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK