રણજી ટ્રોફીના ઇતિહાસમાં દિલ્હીને પહેલી વખત આ હરીફ ટીમ સામે હાર મળી હતી
જીતની ઉજવણી કરતા જમ્મુ અને કાશ્મીરના પ્લેયર્સ
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ગઈ કાલે દિલ્હી તથા જમ્મુ અને કાશ્મીર વચ્ચે ચોથા રાઉન્ડની મૅચના અંતિમ દિવસની રમત રમાઈ હતી. દિલ્હીમાં થયેલા વિસ્ફોટને કારણે સ્ટેડિયમની સુરક્ષા વધારવામાં આવી હતી. દિલ્હીએ ૨૧૧ અને ૨૭૭ રન કરીને ૧૭૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૩૧૦ રન કરનાર મહેમાન ટીમે એક વ્યક્તિગત સદીના આધારે ૪૩.૩ ઓવરમાં ૧૭૯ રન કરીને સાત વિકેટે જીત નોંધાવી હતી.
રણજી ટ્રોફીના ઇતિહાસમાં દિલ્હીને પહેલી વખત આ હરીફ ટીમ સામે હાર મળી હતી. ૧૯૬૦થી હમણાં દિલ્હીએ આ ટીમ સામે ૪૩ મૅચમાંથી ૩૭ મૅચમાં જીત નોંધાવી છે, જ્યારે પાંચ મૅચ ડ્રૉ રહી હતી. ૧૯૬૦થી જમ્મુ અને કાશમીરની ટીમે ડોમેસ્ટિક ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું.


